આવતી કાલે જ્યારે દેશમાં સૌથી મોટી ચૂંટણીના પરિણામ આવી રહ્યા છે ત્યારે ભારતમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીના પ્રચારની શરૂઆત વર્ષના પહેલા દિવસથી થયેલી જોવા મળી હતી. આ વખતની લોકસભાની ચૂંટણીના ભારતના ઈતિહાસની સૌથી મોંઘી ચૂંટણી હોવાનું કહેવામાં આવી રહ્યુ છે.
સોશિયલ મીડિયાના જમાનામાં વિવિધ રાજકીય પક્ષોએ પણ વિવિધ ડિજીટલ પ્લેટફોર્મ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચા કર્યા છે. જાણવા મળેલી માહિતી પ્રમાણે વિવિધ પક્ષોએ ફેસબુક અને ગુગલ પર પ્રચાર માટે આશરે 53 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે.
તેમાં પણ સત્તાકીય પક્ષ ભાજપે શિયલ મીડિયા પાછળ સૌથી વધુ ખર્ચો કર્યો છે. ફેસબુકના રિપોર્ટ પ્રમાણે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતથી 15 મે સુધીમાં આશરે 1.21 લાખ જેટલી રાજકીય જાહેરાતો કરવામાં આવી છે અને આ જાહેરાતો પાછળ રાજકીય પક્ષોએ આશરે 26.5 કરોડ રૂપિયા ખર્ચ્યા છે.
આ પણ વાંચો : લોકસભા ચૂંટણી પરિણામ : કોણ કરે છે તમે આપેલા મતોની ગણતરી ?
ફેસબુક સિવાય અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે ગુગલ, યુટ્યુબ અને તેમના સહાયક કંપનીઓ પર મધ્ય ફેબ્રુઆરીથી લઈને હાલ સુધીમાં કુલ 14837 જેટલી રાજકીય જાહેરાતો આપવામાં આવી છે અને તેનો ખર્ચ આશરે 27.36 કરોડ રૂપિયા છે.
ભાજપે ફેસબુક પર 2500થી વધુ જાહેરાતો માટે 4.23 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. માય ફર્સ્ટ વોટ ફોર મોદી, ભારતના મનની વાત અને નેશન વિથ નમો જેવા પેજો એ પણ જાહેરતા પાછળ 4 કરોડ ખર્ચ્યા છે. ગુગુલ પાછળ ભાજપે 17 કરોડ રૂપિયા ખર્ચ્યા છે.
કોંગ્રેસની વાત કરીએ તો તે પણ આ રેસમાં પાછળ નથી. કોંગ્રેસે ફેસબુક પર 3686 જાહેરાતો પાછળ 1.46 કરોડ રૂપિયા, ગુગલ પર 425 જાહેરાતો પાછળ 2.71 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો છે. અન્ય પક્ષો જેવા કે તૃણમૂલ કોંગ્રેસે સોશિયલ મીડિયા પાછળ 29.28 લાખ, આમ આદમી પાર્ટીએ 176 જાહેરાતો સાથે 13.62 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.
NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.