લોકસભા ચૂંટણી હવે અંતિમ ચરણ તરફ આગળ વધી રહી છે. આજે 5માં તબક્કાના મતદાન થશે, જેમાં 7 રાજ્યોની 51 સીટ પર મતદાન યોજાવાનું છે. ભારતની રાજનીતિ જે રાજ્યથી સૌથી વધારે પ્રભાવિત થાય છે તે ઉત્તરપ્રદેશની 14 સીટ પર મતદાન યોજાવાનું છે.
આ ઉપરાંત બિહારની 5 સીટ, ઝારખંડની 4 સીટ, મધ્યપ્રદેશની 7 સીટ, રાજસ્થાનની 12 સીટ અને પશ્ચિમ બંગાળની 7 સીટ પર મતદાનની પ્રક્રિયા યોજવામાં આવે છે.
Requesting all those voting in today’s fifth phase of the 2019 Lok Sabha elections to do so in large numbers.
A vote is the most effective way to enrich our democracy and contribute to India’s better future.
I hope my young friends turnout in record numbers.
— Narendra Modi (@narendramodi) May 6, 2019
લોકસભા ચૂંટણીના પરિણામ આવવાના છે તેને હવે માત્ર 19 દિવસની જ વાર છે. આ તબક્કામાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની રાજનીતિક કિસ્મત દાવ પર લાગી છે.
કોંગ્રેસનો ગઢ ગણાતી અમેઠી અને રાયબરેલી સીટ પર મતદાન યોજાવાનું છે. લખનઉમાં પણ ટક્કર થશે અને તે સીટ પણ જીતવા પાર્ટીઓ જોર લગાવી રહી છે. લખનઉની સીટ પર ભાજપના દિગ્ગજ નેતા અને ગૃહપ્રધાન રાજનાથસિંહની કિસ્મત પણ દાવ પર લાગી છે.
રાજસ્થાનમાં કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડની કિસ્મત પણ દાવ પર લાગી છે. અમેઠી સીટ પરથી રાહુલ ગાંધીની સામે ભાજપના દિગ્ગજ નેતા સ્મૃતિ ઈરાની ફરી એકવાર પોતાનો રાજકીય દાવ અજમાવી રહ્યાં છે.
NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.