6 મેના રોજ દેશમાં પાંચમાં ચરણનું મતદાન થવા જઇ રહ્યું છે ત્યારે તેની સમગ્ર તૈયારીઓને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે. હાલમાં એક પોલિંગ સ્ટેશનની તસ્વીર સામે આવી છે તેને રેલવે કોચની જેમ સજાવવામાં આવ્યું છે.
વાસ્તવમાં આ તસ્વીર ઝારખંડના હજારિબાગ બેઠક પરના રામગઢ વિસ્તારમાં એક પોલિંગ બૂથની તસ્વીર છે.
જેમાં પોલિંગ બૂથને રેલવેના કોચની જેમ તૈયાર કરવામાં આવ્યું છે. અને રેલવે સ્ટેશન તરીકે આસપાસની જગ્યાને તૈયારી કરવામાં આવી રહી છે. અત્રે નોંધનીય છે પાંચમાં ચરણમાં દેશના 7 રાજ્યોની 51 બેઠકો પર મતદાન થવા જઈ રહ્યું છે.
NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.