સમગ્ર દેશના રાજકારણનું કેન્દ્ર હાલ પ.બંગાળ બન્યું છે. જેમાં પણ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના રોડ શો દરમિયાન પ્રખ્યાત ઇશ્વર ચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ તોડવાની ઘટના સામે આવી છે. જેની સાથે જ વિવાદ શરૂ થયો છે. પણ શા માટે ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરના નામે ટીએમસી અને ભાજપ બંને સામસામે આવી રહ્યા છે ?
ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર એક શિક્ષણ શાસ્ત્રી હતા. બંગાળની ભૂમિ પરથી ઘણાં મહાપુરૂષો થઇ ગયા છે, જેમાંથી એક ઇશ્વરચંદ્ર પણ છે. જેમણે પુનજાગરણના ઘણાં કામો કર્યા છે. જેઓ સમાજસુધારક, લેખક અને લોક જાગૃતિ માટે કાર્યરત હતા. તેમનો જન્મ 1820ના 20 સપ્ટેમ્બરના થયો હતો.
કેમ કહેવાયા વિદ્યાસાગર ?
જો કે ખાસ વાત એ છેકે તેમનું નામ ઇશ્વરચંદ્ર બન્ધોપાધ્યાય હતું પણ તેમના ઉચ્ચ વિદ્ધાનતાના કારણે તેમને ‘વિદ્યાસાગર’ નું ઉપનામ આપવામાં આવ્યું હતું. તેમના પ્રયાસોથી જ હાલના પ.બંગાળમાં વિદ્યાર્થીનીઓ માટે વિદ્યાલય શરૂ થઈ શકી છે.
આ પણ વાંચો : ગરમીમાં હવે બિલમાં કરો 40 ટકા સુધીની બચત, ઘરે લઈ આવો સરકારી કંપનીનું આ AC
વિધવા પુર્નવિવાહ
એટલું જ નહીં મહિલાઓના ઉત્થાન માટે પણ તેમણે વિશેષ કામ કર્યું હતું. વિધવા મહિલાઓના પુર્નવિવાહ માટે કાયદો બનાવવા માટે પ્રયત્ન કર્યા હતા. 1856માં તેમને આ કામ કરીને બતાવ્યું હતું. એટલું જ નહીં પોતાન પુત્રના વિવાહ પણ તેમને વિધવા સાથે કરાવી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
ભારતીય સંસ્કૃતિનો વારસો
એટલું જ નહીં ઇશ્વરચંદ્રએ બંગાળ, સંસ્કૃત ભાષામાં જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું જેને પશ્ચિમિ સંસ્કૃતિ સાથે જોડાવા માટે અંગ્રેજીમાં પણ અભ્યાસ કર્યો હતો. જેની સાથે જ ભારતીય સંસ્કૃતિને વૈશ્વિક લોકો સુધી પહોંચડવાની પણ કવાયત શરૂ કરી હતી. જો કે મહિલાઓ અને સમાજ ઉત્થાન માટે કામ કરનાર ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરનું 29 જુલાઇ 1891માં અવસાન થયું હતું.
NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.