ફરી એક વખત થપ્પડ દાવ જોવા મળ્યો છે. લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રોડ શો દરમિયાન કોઈ વ્યક્તિએ થપ્પડ મારી દીધી. જો કે થપ્પડ મારનાર વ્યક્તિને સમર્થકોએ પકડી લીધો હતો. ત્યાર બાદ તેને પોલીસે તેની અટકાયત કરી લીધી છે.
#WATCH: A man slaps Delhi Chief Minister Arvind Kejriwal during his roadshow in Moti Nagar area. (Note: Abusive language) pic.twitter.com/laDndqOSL4
— ANI (@ANI) May 4, 2019
નોંધનીય છે કે, આ પહેલાં 4 એપ્રિલ 2014ના રોડ શો દરમિયાન પણ એક વ્યક્તિએ અરવિંદ કેજરીવાલને થપ્પડ મારી હતી.આજે અરવિંદ કેજરીવાલ નવી દિલ્હીમાં લોકસભા સીટ માટે કરમપુરા વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા. રોડ શો દરમિયાન અચાનક એક લાલ ટી-શર્ટ પહેરેલો વ્યક્તિ ગાડી પર ચડી ગયો હતો અને તેણે અરવિંદ કેજરીવાલને થપ્પડ મારી દીધી હતી.
આ પણ વાંચો : લોકસભા ચૂંટણી : ટ્રેન નહીં પોલિંગ સ્ટેશન છે આ તો…
સમર્થકો તેને પકડે પહેલાં જ તે વ્યક્તિએ ભાગવાનો પણ પ્રયત્ન કર્યો હતો. જોકે અંતે સમર્થકોએ તેને પકડીને પોલીસને સોંપી દીધો હતો. પોલીસ તેની મોતીનગર પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરી રહી છે.
આ ઘટના પછી પણ અરવિંદ કેજરીવાલે રોડ-શો ચાલુ રાખ્યો હતો. નોંધનીય છે કે આ પહેલા કોંગ્રેસ નેતા હાર્દિક પટેલને પણ થપ્પડ મારવામાં આવી હોવાની ઘટના બની હતી.
NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.