ચૂંટણી કોણ જીતશે તે 23 મેના રોજ જાણવા મળશે પણ છેલ્લા પાંચ વર્ષમાં નેતાઓના ભાષણ કેટલા ફેરફાર થયા તેની નોંધ લેવામાં આવી રહી છે. હાલમાં વડાપ્રધાન મોદીના 2014 અને 2019ના લોકસભા ચૂંટણી દરમિયાનના ભાષણનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
આ ભાષણમાં હવે 2014ના ‘ગરીબી’ શબ્દનું સ્થાન ચોકીગારે લીધું છે. તો વિરોધીઓ પર વધુ હુમલો કરતાં જોવા મળ્યા છે. ઈન્ડિયા ટુડે ડેટા ઇન્ટેલિજન્સ યુનિટ(DIU) દ્વારા કરવામાં આવેલા વિશ્લેષણમાં 2014 અને 2019 ના પાંચ-પાંચ ભાષણો લેવામાં આવ્યા છે.
2014માં મોદીના ભાષણમાં ‘ગરીબી’ ઉપર વધારે ફોકસ કરવામાં આવતુ હતું. તે શબ્દ તેમના ભાષણમાં 55 વખત વાપરવામાં આવ્યો હતો. જ્યારે 2019માં મોદીના ભાષણોમાં સૌથી વધુ બોલાયેલા શબ્દો ચોકીદાર, પાકિસ્તાન અને સેના છે. ગરીબીનો ઉલ્લેખ મોદીએ કર્યો છે પરંતુ તેની ફ્રિક્વન્સી ઘણી ઓછી થઈ છે.
એટલું જ નહીં 2014માં મોદીના ભાષણમાં ગરીબ સિવાય કોંગ્રેસ (43), બીજેપી (31), ગુજરાત (28), ખેડૂત (28) અને વિકાસ (25) સૌથી વધારે બોલાતા શબ્દોમાં સામેલ છે. હાલમાં વિકાસ શબ્દ જોવા મળ્યો જ નથી. 2019ની વાત કરવામાં આવે તો વડાપ્રધાન મોદીના ભાષણમાં ચોકીદાર શબ્દનો સૌથી વધુ 106 વખત ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : #Exclusive : 23 એપ્રિલે મતદાન પૂર્ણ થવાની સાથે જ કેમ ગુજરાતમાં પાણીની સમસ્યા સામે આવી ?
સમગ્ર દેશમાં ગુજરાતના વિકાસ મોડલ પર ભાર આપતાં 2014ની લોકસભાની ચૂંટણીમાં મોદીએ સૌથી વધુ તે સમયે વિકાસ શબ્દનો 25 વખત અને ગુજરાત શબ્દનો 28 વખત ઉપયોગ કર્યો હતો. 2019માં તેમના ભાષણમાં વિકાસનો 31 વખત અને ગુજરાતનો માત્ર એક વાર જ ઉલ્લેખ કરાયો છે.
2014 અને 2019ની લોકસભા ચૂંટણી બંનેમાં મોદીના ભાષણમાં ખેડૂતો ટોપ પર રહ્યા છે. 2014ના ચૂંટણી ભાષણમાં મોદીએ ખેડૂત શબ્દનો ઉપયોગ 28 વખત અને 2019માં 23 વખત કર્યો છે.
ખાસ વાત એ છેકે પીએમ મોદીના ભાષણોમાં પાંચ વર્ષમાં મોદી શબ્દનો ઉપયોગ વધ્યો છે તો બીજી તરફ ભાજપ શબ્દનો ઉલ્લેખ ઘટ્યો છે. 2014માં મોદીએ ભાજપ શબ્દનો ઉપયોગ 33 વખત અને મોદીનો 11 વખત કર્યો છે. જો કે 2019માં પીએમએ મોદી શબ્દનો ઉપયોગ 42 વખત અને ભાજપ શબ્દનો ઉપયોગ 24 વખત કર્યો છે.
2019ના ભાષણની વાત કરવામાં આવે તો ચોકીદાર અને ગરીબી સિવાય મોદીના ભાષણમાં પાકિસ્તાન (88), ભારતીય સૈન્ય (72), મોદી (42), કોંગ્રેસ (38), વિકાસ (12), ખેડૂત (23) અને બીજેપી (21) શબ્દનો સૌથી વધુ વખત ઉપયોગ કરવામાં આવ્યો છે.
લોકસભાની ચૂંટણીમાં વિપક્ષ ગરીબી અને બેરોજગારી એવા મુદ્દા છે જેને હથિયાર બનાવી રહ્યું છે ત્યારે ભાજપે 2019ના મેનિફેસ્ટોમાં વિસ્તારથી ઉલ્લેખ કર્યો નથી. હાલના પીએમ મોદીના ભાષણમાં આ શબ્દોનો વધારે વખત ઉલ્લેખ કરાયો નથી. ત્યારે તાજેતરમાં જ આવેલા એક રિપોર્ટ પ્રમાણે બેરોજગારી ઓલ હાઈ સ્તરે છે.
આ પણ વાંચો : સાવધાન : જો તમારાં બાળકને મોબાઈલ પર ગેમ કે વીડિયો જોવાની આદત છે, આ રિપોર્ટ જરૂરથી વાંચજો
પીએમ મોદીએ 2014 અને 2019માં કોંગ્રેસ શબ્દનો ઉપયોગ પણ ભાજપ શબ્દના ઉચ્ચારણથી વધુ વખત કર્યો છે. જો કે આ પાંચ વર્ષમાં ફ્રિકવન્સી ઘટી ગઈ છે. 2014માં મોદીના ભાષણોમાં કોંગ્રેસનો ઉલ્લેખ 45 વખત આવ્યો હતો તો 2019માં તે ઘટીને 38 વખત થયો છે. 2014માં કોંગ્રેસ મોદીના ભાષણોમાં બોલનારો બીજો ટોપનો શબ્દ હતો. જે 2019માં ચોથા નંબરે આવી ગયો છે. પહેલાં ત્રણ સ્થાન પર ચોકીદાર, ગરીબ અને મોદી શબ્દો છે.