સાત તબક્કામાં થયેલા મતદાન બાદ આવતીકાલના રોજ લોકસભાની ચૂંટણીની મત ગણતરી થવાની છે અને ગુજરાતની તમામ 26 બેઠકો માટે મત ગણતરી કરવા ચૂંટણી પંચ સજ્જ થઈ ગયું છે. ચૂંટણી પંચ દ્વારા નાના-મોટા અધિકારીઓને મતગણતરી વખતે કંઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી તેની માહિતી અપાઇ હતી. ચૂટંણી પંચે આવતીકાલે સવારે પાંચ વાગ્યે તમામ કર્મચારી – અધિકારીઓએ મતગણતરીના સ્થળ પર હાજર થઈ જવું પડશે તેવો આદેશ આપ્યો છે.
મતદાન ગણતરીમાં ભાગ લેનાર દરેક કર્મચારીઓને સવારે સાડા પાંચ વાગ્યે હેવી અને હેલ્ધી નાસ્તો અપાશે. ચૂંટણી કામગીરી માટે આવનારા કર્મચારીઓને સ્પષ્ટ સૂચના આપી દેવાઈ છે કે સવારે જેટલો નાસ્તો કરવો હોય તેટલો કરી લેવાનો ત્યારબાદ તમને કોઈ નાસ્તો કે ભોજન મળશે નહીં. મત ગણતરી પત્યા બાદ જ ભોજન અપાશે.
આ પણ વાંચો : ચૂંટણી પરિણામ જાહેર થવામાં કેમ 3 થી 4 કલાક મોડું થશે?,ચૂંટણી પંચ અધિકારીએ જ કરી સ્પષ્ટતા
ચૂંટણી પંચે કહ્યું છે કે મત ગણતરી દરમિયાન કોઈ પણ કર્મચારી કે અધિકારી તેમનો રૂમ છોડીને બહાર જઈ શકશે નહીં. તે ઉપરાંત કોઈની પાસે મોબાઇલ ફોન રાખવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે. જો કોઈ મોબાઇલ ફોન લાવશે તો તેને મત કેન્દ્ર ખાતે આવેલા લોકરમાં જમા કરાવી દેવાનો રહેશે.
મત ગણતરી વખતે જ કોઈ વિવાદ થાય અથવા ફરિયાદો થાય અને ફરીથી મત ગણતરી કરવાની સ્થિતિ ઉભી થાય તેવા સંજોગોમાં કર્મચારીઓ અને અધિકારીઓએ મતગણતરી કેન્દ્ર ખાતે ફરજિયાત રોકાવાનું રહેશે.
આ પણ વાંચો : લોકસભા ચૂંટણી પરિણામ : કોણ કરે છે તમે આપેલા મતોની ગણતરી ?
આથી જ ચૂંટણી પંચ દ્વારા સૂચના આપી દેવાઈ છે કે તમે તમારા ઘરે એવું કહીને નીકળ જો કે હું 24મી મેના રોજ ઘરે પરત આવીશ મારી ચિંતા ના કરશો.
NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.