લોકસભાની ચૂંટણીના પરિણામમાં હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે આજે સુપ્રીમ કોર્ટે તમામ VVPAT સ્લીપની ચકાસણી માટે કરવામાં આવેલી માગ માટેની અરજીને નકારી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો આ બાબતે દખલગીરી કરવામાં આવે તો તેનાથી લોકશાહીનું નુકશાન થશે.
તાજેતરમાં ચેન્નાઈના ટેક ફોર ઓલ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને કહ્યું હતુ કે ટેકનીકલ રીતે VVPAT સાથે જોડવમાં આવેલા EVM બરાબર નથી. અરજદારે ગોવા અને ઓડીશા સિવાયના તમામ EVM મશીનમાં છેડછાડનું કારણ આપતા સુપ્રીમ કોર્ટને તમામ EVMની VVPAT સાથે સરખામણી કરવાની માગ કરી હતી.
આ પણ વાંચો : ધો-10માં ફરી એક વખત ‘દીકરીઓએ’ બતાવી પોતાની તાકાત,900થી વધુ શાળાનું પરિણામ 30 ટકાથી ઓછું
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ મુદ્દા પહેલા જ મુખ્ય ન્યાયધીશ ની બેન્ચ નિર્ણય આપી ચુકી છે તો પછી ફરીથી તમે આ મુદ્દાને વેકેશન બેન્ચ સામે કેમ ઉઠાવી રહ્યાં છો? આ અરજીને બકવાસ કહેતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે આપણે આ જ કરતા રહ્યા તો લોકશાહીને નુકશાન થશે.
આ પહેલા પણ વિપક્ષ દ્વારા કરવામાં આવેલી 50% VVPAT સ્લીપ ચકાસવાની અરજીને ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ દ્વારા નકારવામાં આવી હતી. જેના કારણે પરિણામ આવવા મોડું થઇ શકે છે.
NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.