આવતી કાલે દુનિયાના સૌથી મોટા લોકતંત્રના ચૂંટણીનું પરિણામ જાહેક થશે. જેના માટે જો ગુજરાતની વાત કરવામાં આવે તો 26 બેઠકોની સાથે 4 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીના પણ પરિણામ જાહેર થશે. આ માટે ક્લેકટરથી લઇ જિલ્લા અધિકારીઓ રોકાયલા હોય છે. તેમજ જેતે રાજ્યમાં ચૂંટણી પંચના અધિકારીઓ પણ ફરજ બજાવે છે.
જેના માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. રાજ્યમાં આવતીકાલે 28 કેન્દ્ર પર મત ગણતરી થશે. જેમાં 26 આરઓ – 182 એઆરઓ – 103 મદદનીશ ચુંટણી અધિકારી – 122 વધારાના મદદનીશ ચુંટણી અધિકારી તેમજ 41 ઓબ્ઝર્વર ફરજ બજાવશે.
આ ઉપરાંત પોસ્ટલ બેલેટ માટે 103 મદદનીશ ચૂંટણી અધિકારી રહેશે અને વિધાનસભા પેટાચૂંટણી માટે 4 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે.
સાથે જ 2548 કાઉન્ટિંગ સુપરવાઈઝર અને 2548 કાઉન્ટિંગ આસિસ્ટન્ટ તથા 2912 માઈક્રો ઓબ્ઝર્વરની નિયુક્તિ કરાઇ છે. મત ગણતરીમાં પ્રત્યેક વિધાનસભા બેઠક દીઠ ડ્રો સિસ્ટમથી પાંચ વીવીપેટ મશીનના મતની ગણતરી કરાશે. જે પછી ફાઈનલ પરિણામ જાહેર કરવામાં આવશે.
NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.