મર્યાદા પુરષોત્તમ ભગવાન રામનું જીવન એ દરેકને માટે માત્ર પ્રેરણા જ નથી આપતું પણ સફળ જીવન જીવવાનો માર્ગ પણ બતાવે છે. ત્યારે ભગવાન શ્રીરામ ને જાણવાનો અવસર સુરતના આંગણે મળી રહ્યો છે. ઉત્સવ ફાઉન્ડેશન દ્વારા આગામી 20 અને 21મી મેના રોજ સુરન ખાતે “અપને અપને રામ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિશ્વ વિખ્યાત રામકથા મર્મજ્ઞ અને યુગ વકતા કુમાર વિશ્વાસ ભગવાન રામના જીવન – કવનને પોતાના મુખાવિંદથી પ્રસ્તુત કરશે.
આ અંગે માહિતી આપતા સી.એ. હરિ અરોરાએ જણાવ્યું હતું કે અયોધ્યા ખાતે ભગવાન રામનું ભવ્ય મંદિર સાકાર થઈ રહ્યું છે. દેશ આખો રામમય બને તે માટે સુરત ખાતે અપને અપને રામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ માટે અયોધ્યામાં નિર્માણ થઇ રહેલા ભવ્ય રામ મંદિર જેવું જ 25 હજાર સ્કે ફૂટનું મંદિર ઊભું કરવામાં આવી રહ્યું છે. જેથી શ્રોતાઓ ને એવી અનુભૂતિ થશે કે તેઓ ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ તીર્થસ્થળના પરિસરમાં જ બેસી ભગવાન રામને જાણી રહ્યા છે.
તેમજ કાર્યક્રમનું આયોજન ઉધના મગદલ્લા રોડ પર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સામે એક્ઝીબીશન ગ્રાઉન્ડ પર 20 અને 21મી મેના રોજ સાંજે 7:00 વાગ્યાથી કરવામાં આવ્યું છે. કાર્યક્રમની પ્રસ્તુતિ વિશ્વ વિખ્યાત રામકથા મર્મજ્ઞ અને યુગ વકતા કુમાર વિશ્વાસ દ્વારા આપવામાં આવશે. તેમની સાથે 24 વાદ્યો, સંગીતકાર અને સુપ્રસિદ્ધ ગીતકાર પણ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમનો ઉદ્દેશ્ય ભગવાન રામ અને તેમના જીવન, તેમનામાં રહેલા ગુણો સૌ કોઈ જાણે અને પોતાના જીવનમાં ઉતારે તે માટેનો છે.
ફાઉન્ડેશનના પ્રકાશ ધોરીયાણી દ્વારા જાહેર જનતાને એવી અપીલ કરવામાં આવે છે કે કાર્યક્રમને પ્રત્યક્ષ નિહાળવાનો આનંદ કઈક અલગ હશે અને એટલે કાર્યક્રમ નિહાળવા માટે કોઈ ટિકિટ કે ચાર્જ રાખવામાં આવી નથી, પ્રવેશ નિઃશુલ્ક છે અને જનતાને સહ પરિવાર ઉપસ્થિત રહેવા છે. જેમાં રામ ભગવાનની સાથે હનુમાનજીની પણ અનોખી પ્રતિમા સ્થળ પર મુકવામાં આવશે.