કોરોના વાયરસના કારણે દુનિયાના ઘણા દેશો લોકડાઉનમાં છે. જેને લઇ વૈશ્વિક અર્થતંત્ર નબળું બની ગયું છે. એ બધા વચ્ચે સમય જે વિદેશી કંપનીઓ ચીનમાં છોડવાની તૈયારીમાં છે તેઓ માટે ભારત હોટ ડેસ્ટીનેશન સાબિત થઇ શકે છે. અને આવા સંજોમાં લાભ લેવા માટે ભારત સરકારે પણ તૈયારી બતાવી છે.
ભારતને મેન્યુફેંકચરિંગ હબ બનાવવાની તૈયારી
વડાપ્રધાન મોદીએ ગઈકાલના સંબોધનમાં આત્મ નિર્ભર ભારતનો મંત્ર આપ્યો જેમાં તેઓની ભારતને મેન્યુફેંકચરિંગ હબ બનાવવાની યોજના છુપાયેલી છે. ભારત આગામી સમયમાં મેન્યુફેંકચરિંગ ક્ષેત્રે ચીનનો વિકલ્પ બની શકે છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે વિશ્વ આજે ભારત સામે આશાભરી નજરે જોઇ રહ્યું છે. પીએમ મોદીએ પીપીઇ કિટ અને એન-95 માસ્કના પ્રોડક્શનનો ઉલ્લેખ કરીને ભારત શું કરી શકે તે વાત જનતા સુધી પહોંચાડવા પ્રયાસ કર્યો.

લોકલ બ્રાન્ડને પ્રાધાન્ય
ચીનના અર્થતંત્રના વિસ્તારમાં સસ્તો શ્રમ તેનું સૌથી મોટું હથિયાર રહ્યું છે. ત્યાંના લોકો ત્યાં ઉત્પાદિત થયેલી ચીજવસ્તુઓનો ઉપયોગ જ નહિ પરંતુ તેની મોટાપાયે નિકાસ પણ કરે છે. ત્યારે હવે ભારત જો આ દિશામાં આગળ વધવા ઇચ્છે તો ભારતીયોએ પણ પોતાની ચીજવસ્તુઓનો ઉપયોગ કરવો પડે. પીએમ મોદીએ પણ પોતાના ભાષણમાં ન માત્ર લોકલ બ્રાન્ડને પ્રાધાન્ય આપવાની વાત કહી પરંતુ તેનો પ્રચાર કરવા ઉપર પણ ભાર આપ્યો.
કંપનીઓની ચીન છોડવાની તૈયારી
ચીન છોડવાની તૈયારી કરી રહેલી લગભગ 1000 કંપનીઓનો ભારતે સંપર્ક કર્યો કે જેથી તેઓ તેમના મેન્યુફેક્ચરિંગ યુનિટ અહીં લાવી રોકાણ કરી શકે છે. ત્યારે હવે નિયમોમાં છૂટછાટ અને ટેક્સ રાહત દ્વારા ભારત આ કંપનીઓ માટે લાલચ આપી શકે છે.
આ પણ વાંચો : રાજ્યમાં કેવું હશે લોકડાઉન-4, આ રીતે સરકાર આપી શકે છે છૂટછાટ
