હાલના સમયમાં સોલર ક્રાંતિ જેવી સ્થિતિ બની સમગ્ર વિશ્વમાં બની રહી છે ત્યારે વિવિધ પ્રોડક્ટ સોલર પર ઓપરેટ થતી બજારમાં આવી રહી છે. આ પરિસ્થિતિને જોતાં સુરતના એન્જીન્યિરીંગ કોલેજના વિદ્યાર્થીઓએ એક નવી જ શોધ કરી છે અને તેમને હવે દરિયાના પાણી અને નદીના પાણીની સાથે દૂષિત પાણીને શુદ્ધ કરીને પીવાલાયક બનાવવાની ટેક્નોલોજી સામે આવી છે.
વિશ્વના ઘણાં સ્થાનો પર પાણીની અછત હજુ પણ એક મોટી સમસ્યા છે, જેના કારણે ઘણા લોકો સંઘર્ષ કરી રહ્યા છે. બીજી તરફ, આપણી પૃથ્વીનો 71 ટકા વિસ્તાર પાણીથી ઘેરાયેલો છે. આમ છતાં પાણીની સમસ્યા એટલી મોટી છે. સુરતના કેટલાક યુવાનોએ આ પાણીને પીવાલાયક બનાવવાનો સોલેન્સ નામના સ્ટાર્ટઅપે કરી છે. સુરતના 4 યુવાનોએ તેમના કોલેજકાળ દરમિયાન જ કરી હતી, તે આજે સરકારના સહયોગથી ઘણા ગામડાઓમાં પીવાનું પાણી પૂરું પાડવાના કાર્ય કરી રહ્યું છે.

સુરતના ચિંતન શાહ, યશ કારવાડી, ભૂષણ પરવતે, નિલેશ શાહ અને જ્હાન્વી રાણાએ કોલેજકાળ દરમિયાન પાણીની સમસ્યા પર ખૂબ જ ચિંતન કર્યું હતું કે ધરતી પર આટલું પાણી હોવા છતાં પીવાના પાણીની આટલી અછત કેમ છે? જે પછી તેણે રિસર્ચ કર્યું અને આ ટેકનિકની શોધ કરી, જેમાં તેઓએ High TDS સાથે દરિયાના પાણીને પીવાલાયક બનાવવાનું કામ કરે છે. ઉપરાંત, આ ટેક્નોલોજી સોલરની મદદથી કામ કરે છે, જેના કારણે તેનો ઓપરેશનલ અને મેન્ટેનન્સ ચાર્જ શૂન્ય છે અને તેના માટે એક્સર્ટનલ પાવર સ્પલાયની જરૂર રહેતી નથી.
આ ટેક્નોલોજી વિશે જણાવતા ચિંતન શાહે જણાવ્યું હતું કે આ ટેક્નોલોજી Made in Surat છે અને તેને પેટન્ટ પણ કરવવામાં આવી છે. આમાંથી મળતા પાણીની કિંમત 20 થી 22 પૈસા પ્રતિ લિટર છે. હાલમાં સુરત નજીક ઓલપાડ ખાતેનો પ્લાન્ટ 1500 લિટર પ્રતિ દિવસની ક્ષમતા ધરાવે છે અને સ્થાનિક ગ્રામજનોને તેનો સીધો લાભ પણ મળી રહ્યો છે. બીજી તરફ અમારી રાજસ્થાન સરકાર સાથે વાતચીત ચાલી રહી છે, જેમાં લગભગ 700 ગામડાઓમાં આ ટેક્નોલોજી સેટઅપ લગાવવામાં આવશે. અમને અમારા સ્ટાર્ટઅપ માટે NI (સ્ટાર્ટ અપ માટે સરકારની ફંડ પૂરી પાડતી સંસ્થા) દ્વારા 16 લાખનું ફંડ મળ્યું છે અને તે પહેલાં અમને ગુજરાત સરકારની નિધિ પ્રયાસ તરફથી 10 લાખનું ફંડ મળ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું કે અમે વોટર જેટ યુનિટ સાથે પણ વાત કરી રહ્યાં છીએ જ્યાં અમે દૂષિત પાણીને સોલરની મદદથી ટ્રીટ કરીને તેને શુદ્ધ કરીશું. આ ટેક્નોલોજી આખા ભારતમાં લઈ જવા માંગી રહ્યા છે. હાલમાં ઈઝરાયલ દ્વારા પણ આ ટાઇપની જ એક ટેક્નોલોજી છે જેના સામે અમારી Made in India ટેક્નોલોજીનું પરિણામ અલદ જ લેવલ પર અને ઉત્તમ રીતે કામ કરી રહી છે.