મધ્યપ્રદેશમાં નવા રાજકીય સંકટ વચ્ચે કમલનાથ સરકારની મુશ્કેલી વધી રહી છે. જેમાં એક તરફ નવા પ્રદેશ કોંગ્રેસ કમિટી (PCC)ના ચીફના નામની ઘોષણા આજે થઈ શકે છે. ત્યારે સુત્રોના જણાવ્યા અનુસાર જ્યોતિરાદિત્ય સિંધિયાને PCC ચીફ બની શકે છે. તેના નામ પર સમજૂતી થઈ છે. મધ્યપ્રદેશના રાજકારણમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે CM કમલનાથ આજે સોનિયા ગાંધીને દિલ્હીમાં મળ્યા અને તરત જ ભોપાલ જવા માટે રવાના થયા.

તેમની પાછળ જ્યોતિરાદિત્ય સિંધિયા પણ ભોપાલ જવા રવાના થયા. ભોપાલ જતાં પહેલાં CM એ કહ્યું હતું કે, કોઈ પણ મુદ્દે કોઈ વિવાદ કે સંકટ નથી. ભોપાલ જઈને આગળની રણનીતિ બનાવવામાં આવશે. તે દરમિયાન, મોટા સમાચાર એ છે કે, સિંધિયા તરફના મંત્રીઓ અને ધારાસભ્યોના ફોન બંધ છે, જે કમલનાથ સરકાર માટે સંકટનાં સંકેત આપી રહ્યા છે. એક માહિતી અનુસાર સિંધિયાના 6 મંત્રી અને 11 ધારાસભ્યો બેંગ્લોરમાં છે.
આ પણ વાંચો : શું થયું બજારને કેમ લાગી રહ્યો છે બધાને ડર ?, પણ ‘ડર કે આગે જીત હૈ’ જેવી છે સ્થિતિ

કૌભાંડો બહાર અવાના કારણે ભાજપ પરેશાન
CM કમલનાથે મધ્યપ્રદેશની વર્તમાન રાજકીય પરિસ્થિતિ અંગે વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, ભાજપ નેતાઓ રહી નથી સકતા. 15 વર્ષના કૌભાંડ બહાર અવાના છે. તે કારણે ભાજપના નેતાઓ પરેશાન છે. CM એ કહ્યું કે, દરેકને ખબર છે કે મધ્ય પ્રદેશમાં કોંગ્રેસમાં જૂથવાદ નથી. મેં કોંગ્રેસના દરેક કાર્યકરને ટેકો આપ્યો છે. મારુ કોઈ જૂથ નથી. ગાયબ થયેલ ધારાસભ્યો અંગે કમલનાથે કહ્યું – ધારાસભ્યોએ કહ્યું છે કે, તેઓ યાત્રા પાર ગયા હતા. CM એ રાજ્યની જનતાને હોળીની શુભકામના આપી અને ત્યારબાદ તેઓ ભોપાલ જવા રવાના થયા.

યુથ કોંગ્રેસની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી
સાંસદમાં સતત રાજકીય ઉતાર ચડાવ વચ્ચે મધ્યપ્રદેશ યુથ કોંગ્રેસની ચૂંટણીઓ મુલતવી રાખવામાં આવી છે. રાજ્યસભાની ચૂંટણી બાદ જ હવે ચૂંટણીનો કાર્યક્રમ યોજાશે. કોંગ્રેસના સૂત્રોના દ્વારા માહિતી મળી છે કે, પ્રદેશ પ્રમુખ કૃણાલ ચૌધરી કોંગ્રેસના મુખ્યાલયમાં પાર્ટીના નેતાઓને મળ્યા હતા અને તે પછી ચૂંટણી મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

