‘મહા’ વાવઝોડુની અસર ગુજરાતને હેરાન કરી શકે છે. બાર કલાક માં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી છે. મહા વાવાઝોડાની અસર સમગ્ર રાજ્યમાં જોવા મળી રહી છે પરંતુ દીવ અને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ અસર જોવા મળી છે જેના ભાગરૂપે દીવના નીચાણવાળા વિસ્તારોમાંથી તંત્રએ બુધવારે જ 1500 લોકોને સલામત સ્થળે ખસેડી દીધા હતા.
દીવના દરિયામાં હાલ પાણીમાંથી કરંટ નીકળી રહ્યો છે. સાથે જ દરિયામાં ચારથી પાંચ ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે.સોમનાથ અને દીવમાં સવારથીજ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઉના તાલુકાના કેટલાક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે 4થી 5 ઇંચ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 12 કલાકમાં મહા વાવાઝોડું ડીપ ડિપ્રેશન બની આગળ વધશે. જેના કારણે ગીર સોમનાથ,જૂનાગઢ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, વડોદરા, આણંદ સહિતનાં જિલ્લામાં વરસાદની આગાહી છે.દીવ, સોમનાથ, દ્વારકાનાં દરિયાકાંઠા બે દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યાં છે.
ડીપ ડીપ્રેસનમાં 50થી 60 કિ.મી.ની ઝડપ વધુ ઘટીને 40થી 50 કિ.મી. થવાની એટલે કે તે ડીપ્રેસન થવાની શક્યતા છે. જે હવે ઓછુ નુક્સાન પહોંચાડે તેવી શક્યતા છે. આ વાવાઝોડાની અસરને પહોંચી વળવા માટે તંત્ર ખડેપગે કામ કરી રહ્યું છે.