વિજ્ઞાન પણ ઘણીવાર માને છે કે, ભગવાન છે. ભગવાન શિવની વાત આવે ત્યારે US ની સ્પેસ એજન્સી નાસા પણ તેની શક્તિ અને ઉપસ્થિતિનો ઇનકાર કરતી નથી. નાસાના હબલ ટેલિસ્કોપથી લેવામાં આવેલી તસવીરોમાં લોકોએ ઘણી વાર ભગવાન શિવને જોયા છે. સ્વિટ્ઝર્લન્ડમાં વિશ્વની સૌથી મોટી પ્રયોગશાળાની બહાર ભગવાન શિવની પ્રતિમા સ્થાપિત કરાઈ છે. આ વાતો કેટલી સત્ય છે તે જાણી શકાયું નથી. પરંતુ વિજ્ઞાન ઘણીવાર ભગવાન શિવ સાથે સંકળાયેલ જોવા મળ્યું છે.

US સ્પેસ એજન્સી નાસાની ન્યુક્લિયર સ્પેક્ટ્રોસ્કોપિક ટેલિસ્કોપ એરે (NuSTAR) એ 2014 માં એક નિહારિકાનો ફોટો લીધો. તેને ‘હેન્ડ ઓફ ગોડ’ નામ આપવામાં આવ્યું હતું. ભગવાનનો હાથ જેવો દેખાતો આ નિહારિકા, પૃથ્વીથી 17 હજાર પ્રકાશ વર્ષ દૂર છે. વિજ્ઞાનની ભાષામાં તેને પલ્સર વિન્ડ નિહારિકા કહેવામાં આવે છે. પરંતુ લોકો તેને ભગવાન શિવનો હાથ માનતા હતા.

2017 માં, નાસાના હબલ ટેલિસ્કોપમાં અવકાશમાં વિવિધ કદના વાદળોના સમૂહ જોવા મળ્યાં હતા. તે ત્રિશૂળ જેવું દેખાતું હતું. તે સમયે પણ નાસાની આ તસવીર ભગવાન શિવનું ત્રિશૂળ ગણાવી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.

2010 માં, નાસાના હબલ ટેલિસ્કોપમાં પૃથ્વીથી 7500 પ્રકાશ વર્ષ દૂર વાયુઓનો એક ગોળો જોવા મળ્યો. આ ગોળાનું નામ હતું – કૈરીના નેબ્યુલા. તે નવા તારાઓની રચનામાંથી નીકળતા વાયુઓને કારણે બન્યું છે. પરંતુ તેમાં લોકોને જટાધારી શિવનું ચિત્ર દેખાયું. આ તસવીર આજે પણ સોશિયલ મીડિયા પર વાયરલ છે.
આ પણ વાંચો: મહાશિવરાત્રી 2020 : શિવરાત્રીમાં આ સમય છે શિવજીની પૂજા માટે શુભ

નાસાએ એક અધ્યયનમાં જણાવ્યું હતું કે, પૃથ્વી પરનું પ્રથમ DNA શિવલિંગથી આવ્યું છે. આ શિવલિંગ ઉલ્કાની સાથે પૃથ્વી પર આવ્યું હતું. ઓગસ્ટ 2011 માં અલાસ્કામાં ઉલ્કાના પટ્ટા પડ્યા હતા. જ્યારે નાસાના વૈજ્ઞાનિકોએ અભ્યાસ કર્યો ત્યારે જાણવા મળ્યું કે, DNA પ્રથમ વખત શિવલિંગ દ્વારા પૃથ્વી પર આવ્યું હતું.

વિશ્વની સૌથી મોટી લેબોરેટરી CERN ની બહાર નટરાજની મૂર્તિ મૂકવામાં આવી છે. જે જીવનનો સ્રોત બતાવે છે. CERN ના વૈજ્ઞાનિક માને છે કે, તેઓ જે પ્રયોગ કરી રહ્યા છે તે ભગવાન શિવની સંહારના સિદ્ધાંત પર આધારિત છે. એટલે કે પહેલા સંહાર કરો પછી સર્જન કરો. તેથી જ CERN પ્રયોગશાળાની બહાર ભગવાન શિવની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે.

નાસાના પ્રોજેક્ટનું નામ પણ ભગવાન શિવ છે. તે પર્યાવરણ અને અવકાશમાં હાજર અત્યંત નાના માઇક્રોસ્કોપિક કણોના ગુરુત્વાકર્ષણ બળનો અભ્યાસ કરવા માટે બનાવવામાં આવ્યું હતું.

