જેને ‘રામ રાખે તેને કોણ ચાખે’ એવું જ કંઈક વાત છે મહાલક્ષમી એક્સપ્રેસના યાત્રીઓની. આ ટ્રેનમાં 700-800 જેટલા લોકો યાત્રા પર ગયા હતા. જેમાં મુંબઈથી 72 કિલોમીટર દૂર બદલાપુર નામના ટાપુ પર મહાલક્ષમી એક્સપ્રેસ 17 કલાક સુધી ફસાય ગઈ. જે લોકો આ ટ્રેનની અંદર હતા એ લોકો આ ઘટના વિષે વાત કરી રહ્યા છે કે, બધા લોકો ગભરાઈ ગયા હતાં કે હવે આગળ શું થશે? કોઈ આપણને બચાવવા આવશે કે નહીં?
ટ્રેનના અંદર ફસાયેલા વ્યક્તિઓ પાસે માત્ર એક-બે પાણીની બોટલ હતી અને ખાવાનાનો સામાન પણ એટલો જ હતો કે રાત્ર નીકળી શકે. ટ્રેનમાં પેન્ટરી પણ ન હતી. તેઓ રાહ જોઈ રહ્યા હતાં કે ક્યારે કોઈ આવશે. તેમને પાણી, ખાવા માટે કંઈક આપશે અને અહીંથી તેમને જલ્દી જ બહાર કાઢી લે.
આ પણ વાંચો : જાતિ વ્યવસ્થાનું દુષણ દૂર કરવા માટે એક પગલું, હરિયાણાના ગામડાઓએ લીધો મહત્વપૂર્ણ નિર્ણય
ટ્રેનના ટોઇલેટમાંથી સાપ અંદર આવી રહ્યાં હતા અને સાથે જ દરવાજામાંથી પાણી અંદર આવી રહ્યું હતું કંઈક આવી જ હાલત હતી ટ્રેનમાં સવાર 700 જેટલા યાત્રીઓની.
સવાર થઇ ત્યારે તેમણે જોયું કે હેલીકૉપટરનો આવાજ સંભળાય અને તેમની અપેક્ષાઓ સાચી થઇ. ભારતીય સેના અને NDRF ના જવાનોએ એક-એક કરીને બધાને બચાવી લીધા. લોકોની મદદ કરી અને એમને સુરક્ષિત જગ્યા પર પહોંચાડી દીધા. યાત્રીઓએ આ ઘટનામાંથી બહાર નીક્ળવાની સાથે જ પોતાનો અનુભવ સ્પષ્ટ કરતાં વાત કરી હતી.
આ પણ વાંચો : સૌરાષ્ટ્રના વરિષ્ઠ નેતા અને પૂર્વ ભાજપ સાંસદ વિઠ્ઠલ રાદડિયાનું અવસાન
આશા બરોડે : જ્યારે સ્ટેશનથી ટ્રેન શરૂ થઇ, ત્યારે વરસાદ ચાલુ હતો. પણ અમને આ વાતની ખબર નહીં હતી કે, અમે ફસાઈ જઈશું. અમારી પાસે ખાવા માટે કઈ જ નહીં હતું. પીવાના પાણીની એક જ બોટલ હતી. કેમ કે અમને વધારે દૂર જવું ન હતું. જ્યારે ટ્રેન ચાલુ હતી ત્યારે પાણી અંદર નહીં આવતું હતું. પણ જ્યારે ટ્રેન બંધ થઇ ત્યારે અચાનક પાણી વધારે અંદર આવવા લાગ્યું અને બધા લોકો ગભરાઈ ગયા હતા.
શિવાનંદની બાયપાસ સર્જરી થઇ છે.
મારી બાયપાસ સર્જરી થઇ છે. 17 કલાક સુધી કઈ જ ખાવા-પીવા વગર રહેવાથી મારી તબિયત ખરાબ થઇ ગઈ છે. પણ પછી NDRF ટિમ પહોંચી અને અમને બોટના મદદથી બચાવી લીધા.
સાકિબ અજમેરથી આવી રહ્યો હતો. 17 કલાક સુધી ટ્રેનમાં ફસાઈ રહેવાને કારણે બિમાર થઇ ગયો. બચાવ દળે બચાવ્યું તો ખરું પણ અમને બહુ જ દૂર મુકવામાં આવ્યા. જેના કારણે બસ વગેરે માટે અમને 5 કિલોમીટર ચાલીને જવું પડશે.
નિનાદ માર્શલ આર્ટસ જાણે છે. એમનામાં ખૂબ જ સ્ટેમીના છે. જ્યારે ટ્રેન ફસાઈ ગઈ ત્યારે તેમને પોતાને તો કંઈક રીતે સંભાળી લીધું પણ બીજા લોકોની ખરાબ હાલત જોઈને ચિંતિત હતા. અમે રેલવે વિભાગને કોન્ટેક્ટ કર્યો. ટ્વિટ પણ કર્યું. ટ્રેનમાં પેન્ટરી ન હતી. પીવાનું પાણી ન હતું. ટોયલેટમાં પાણી ન હતું. પછી તો ટોયલેટમાંથી સાપ પણ નીકળવાના શરૂ થઇ ગયા. ટોયલેટ, છત અને કોચ બધી બાજુઓથી પાણી અંદર આવવાનું શરૂ થઇ ગયું.
સેન્ટ્રલ રેલવે મદદ માટે પહોંચ્યા તો ખરા પણ તેના માટે 17 કલાક જેટલો સમય લાગી ગયો હતો. મોટેભાગના મુસાફરો રેલવે પ્રોટેકશન ફોર્સ અને પોલીસ મદદ માટે મોડું પહોંચ્યું તેવો આરોપ લગાવી રહ્યું છે. જ્યારે એનડીઆરએફ અને સેનાના પ્રયત્નોની પ્રશંસા કરી છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.