ગયા લેખમાં આપણે જે પ્રમાણે ચર્ચા થઈ હતી તે જ પ્રમાણે પરિણામો ઉપર આર્થિક મંદી અને બેરોજગારીની સ્પષ્ટ અસર જણાઈ આવેલ છે. સત્તાધારી ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ જ અનઅપેક્ષિત છે. શ્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ આ પરિણામોના સૂચિત તારણો છે તેને ખૂબ ગંભીરતાથી લેશે.
વિધાનસભાની ચૂંટણીઓ સ્થાનિક મુદ્દાઓ પર તકાતી હોય છે. પરંતુ લોકસભા ચૂંટણીઓના માત્ર પાંચ માસના ગાળામાં જે મતોની ટકાવારી બંને રાજ્યોમાં ઘટી છે તે ખરેખર ખૂબ જ ગંભીર બાબત છે. આ ઉપરાંત મહારાષ્ટ્રની વાત કરીએ તો લગભગ આગલી પેઢીના તમામ મોટા નેતાઓને દરકિનારે ભાજપ દ્વારા કરવામાં આવ્યા જેને પરિણામે આ ચૂંટણીમાં પાર્ટીને 17 સીટનું નુકસાન થયું.
આ પણ વાંચો : ‘જય શ્રી રામ’નો નારાની શું થશે હરિયાણા અને મહારાષ્ટ્રની ચૂંટણી પર અસર ?
આ ઉપરાંત કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી માંથી આવેલા આયાતી ઉમેદવારો પૈકી સૌથી સૂચક દ્વારા છત્રપતિ શિવાજી મહારાજના વંશજ ઉદરાજે ભોંસલેની ગણવામાં આવે છે. એવું જ પરિણામ ગુજરાતમાં આવ્યું છે. સામાજિક આંદોલનના નામે મોટા નેતા બનીને મંત્રી બનવાના સ્વપ્નોમાં રાચનાર અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની જે પ્રમાણે હાર થઈ છે તે ભાજપ કે જે કોંગ્રેસમાંથી રાતોરાત આવી મંત્રી બનાવી દે છે અને પાયાના કાર્યકારોની વર્ષો જૂની મહેનતને દરકિનાર કરીને આયાતી ઉમેદવારોને જીતાડવાની જે ફરજ પાડવામાં આવે છે. તેની સામે લાલાબત્તી સમાન છે. પાયાના કાર્યકર્તાઓની લાગણી પાર્ટીના મોટા નેતાઓ નહીં સાંભળે લાગણી પાર્ટીના મોટા નેતાઓ નહીં સાંભળે તો ભવિષ્યમાં પણ આવા પરિણામો આવી શકે છે.
ગ્રામીણ વિસ્તારોમાં આવા પરિણામો ઠીક છે. પરંતુ અમરાઈવાડી જેવી સલામત ગણાતી સીટ ઉપર છેલ્લે સુધી કોંગ્રેસ પક્ષ લડાઈમાં રહે અને ખૂબ ઓછા માર્જિનથી પાર્ટી જીતેએ ખરેખર આવનાર દિવસે માટે ચિંતાજનક બાબત છે. આ વાતની ચોક્કસ અસર 2020માં આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જરૂરથી પડશે એ વાત નિ: સંદેહ છે.
જાણીતા રાજકીય વિશ્લેષક મેહુલભાઈ ચોકસીની કલમે
