મહારાષ્ટ્રમાં અનેક રાજકીય ઉથલપાથલ પછી શિવસેના, એનસીપી અને કોંગ્રેસની ગઠબંધનની સરકાર બની રહી છે. આજે શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકેની શપથ લેશે. તેની સાથે જ રાજ્યમાં ઠાકરે રાજ શરૂ થઇ જશે. મુંબઈમાં શપથ સમારંભની ભવ્ય તૈયારીઓની સાથે જ મુંબઈમાં શિવસેનાદ્વારા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે.

મુંબઈના શિવાજી પાર્કમાં સાંજે 6:40 મિનિટે ઉદ્ધવ ઠાકરે શપથ CM પદની શપથ લેશે. ત્યારે મુંબઈમાં શિવસેના ભવનના પાસે ઇન્દિરા ગાંધી અને બાળાસાહેબ ઠાકરેના ફોટોવાળા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. પોસ્ટરમાં લખ્યું છે કે ‘સત્યમેવ જયતે’ તેમજ બાળાસાહેબ ઠાકરેનું સપનું પૂર્ણ થવા જઈ રહ્યું છે. તેમજ પોસ્ટરમાં ઉપરની બાજુપર ઇન્દિરા ગાંધી અને બાળાસાહેબ ઠાકરેની એક જૂની ફોટો જેમાં બંને એકબીજાનું અભિવાદન કરી રહ્યા છે તેવી ફોટો લગાવવામાં આવી છે.
