મહા શિવરાત્રી શિવ-શક્તિના મિલનનો પર્વ છે. તેવું મનાય છે કે ભગવાન શિવ આ દિવસે જ લિંગ સ્વરૂપે પૃથ્વી પર પ્રગટ થયા હતા. આ વર્ષે મહાશિવરાત્રીનો પર્વ ઘણા શુભ સંયોગમાં ઉજવવામાં આવશે. આ વર્ષે તિથિઓને લઇ કોઈ મૂંઝવણ નથી કે પુજાના સમયને લઇ વિવાદ, કેટલાક ગ્રહ પણ શુભ સ્થિતિમાં છે સાથે જ સ્વાર્થ સિદ્ધિ યોગ પણ છે. તો મહાશિવરાત્રીના પર્વના દિવસે શિવપૂજા કરવાનું શુભ મુહર્ત જાણો.

આ વર્ષે મહાશિવરાત્રી સમગ્ર દેશમાં 21 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવશે. કારણ કે નિશિથ કાળમાં એટલે મધરાત્રીએ ચતુર્થી તિથિ રહેશે. શિવરાત્રીમાં રાત્રિ પૂજનનું ખાસ મહત્વ હોય છે. ચતુર્દશી તિથિનો આરંભ 21 ફેબ્રુઆરી સાંજે 05:20 થશે અને 22 ફેબ્રુઆરીએ રાત્રે 01:00 વાગ્યે ચતુર્દશી તિથિ સમાપ્ત થશે ત્યારે નિશિથ કાલ પૂજાનો સમય રાત્રે 11:38 થી રાત્રે 01:00 સુધીનો રહેશે.
- રાત્રિનો પ્રથમ પ્રહરમાં પૂજાના સમય સાંજે 6:15 મિનિટથી રાત્રિના 9:25 મિનિટની વચ્ચે
- રાત્રિનો બીજો પ્રહર 9:25 મિનિટથી રાત્રીના 12:34 મિનિટ સુધી
- ત્રીજો પ્રહર પૂજાના સમય પ્રાતહ 3:44 થી 6:54 મિનિટ વચ્ચે
- ચતુદર્શી તિથિ 21 ફેબ્રુઆરી સાંજે 5:20 મિનિટ લઇને 22 ફેબ્રુઆરી સાંજે 7:02 મિનિટ સુધી રહેશે.

મહાદેવ સૌથી ભોળા ભગવાન છે. માટે જ તેમને ભોળાનાથ કહેવામાં આવે છે. તેથી તેમને પ્રસન્ન કરવા માટે તમે ખાલી ઓમ નમ: શિવાયનો જાપ કરશો તો પણ તે તમારા પર તેમને સ્નેહ અને આશીર્વાદ જરૂરથી વરસાવશે.
