2020 ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતૃદશીને દેવો ના દેવ મહાદેવની આરાધનાનું પર્વ મહાશિવરાત્રી તરીકે ઉજવવામાં આવે છે. આ વખતે 59 વર્ષ બાદ વિશેષ યોગ (પાંચ મહાપુરુષ યોગ) બને છે. જ્યોતિષના અનુસાર, આ દિવસે શનિ અને ચંદ્ર મકર રાશિ, ગુરુ ધનુ રાશિ, બુધ કુંભ રાશિ અને શુક્ર મીન રાશિમાં રહેશે.
59 વર્ષ બાદ થશે આ વિશેષ યોગ
આ યોગ સાધના-સિદ્ધિ માટે ખાસ છે. આ દિવસે દાન પુણ્ય કરવાનું પણ વિધાન છે. કોઈ પણ વ્યક્તિ મહાશિવરાત્રીના દિવસે વ્રત રાખીને પૂજા અર્ચના કરશે તેમના પર શિવની વિશેષ કૃપા રહે છે.

આચાર્ય દ્વારા કહેવામાં આવ્યું છે કે, સામાન્ય રીતે તો દરેક મહિનામાં શિવરાત્રી આવતી હોય છે પરંતુ ફાગણ મહિનાની કૃષ્ણ પક્ષની ચતૃદશીને શિવરાત્રીના સ્વરૂપે માનવામાં આવે છે. આ શિવરાત્રીએ ખાસ યોગ (પાંચ મહાપુરુષ યોગ) બને છે. તે અગાઉ આ યોગ 1961 માં બન્યો હતો. તે ઉપરાંત આ દિવસે સર્વાર્થસિદ્ધિ યોગ પણ બને છે. શિવરાત્રીના દિવસે શિવને પ્રસન્ન કરવા માટે રુદ્રાભિષેક કરવામાં આવે છે.
આ પણ વાંચો : મહાશિવરાત્રી 2020 : શિવરાત્રીમાં આ સમય છે શિવજીની પૂજા માટે શુભ

પ્રથમ વખત પ્રગટ થયા હતા શિવજી
માનવામાં આવે છે કે, આ દિવસે શિવ અને પાર્વતીના લગ્ન થયા હતા. આ દિવસે શિવજીએ વૈરાગ્ય જીવનનો ત્યાગ કરીને ગૃહસ્થી જીવનમાં પ્રવેશ કર્યો હતો. શિવ જે વૈરાગી હતા તે ગૃહસ્થી બની ગયા. પૌરાણિક કથાઓના અનુસાર, શિવરાત્રીના દિવસે શિવજી પ્રથમ વખત પ્રગટ હતા. શિવનું પ્રકટ સ્વરૂપ જ્યોતિલિંગ એટલે કે, અગ્નિના શિવલિંગના સ્વરૂપે હતું.

શિવજી કેવી રીતે પ્રસન્ન થાય છે
શિવ મહાપુરાણ અનુસાર 6 દ્રવ્યો દૂધ, દહીં, સહદ, ઘી, ગોળ અને પાણી દ્વારા શિવ પર રુદ્રાભિષેક કરવાનો ઉલ્લેખ છે. જેના દ્વારા શિવ પ્રસન્ન થાય છે. જો તમારા ઘરની નજીકમાં કોઈ મંદિર ના હોય તો ઘરે માટીનું શિવલિંગ બનાવીને તેની પૂજા કરી શકો છો.

