સુરતમાં પિતાવિહોણી દીકરીઓના લગ્ન કરાવનાર સમાજસેવક ઉદ્યોગપતિ મહેશભાઈ સવાણીની લગભગ છેલ્લા 2 દિવસથી તેમની તબિયતને લઈને થોડી તકલીફ જણાતી હતી અને સોમવારે સવારે મહેશભાઈ અગાઉથીજ તેમની પત્નીને પણ જાણ કરી હતી કે મને એટેક ગમે ત્યારે આવશે એવું લાગે છે. તેમજ સવારે તેમના બ્લડ રિપોર્ટ કરાવ્યાં હતા તો બપોરે સુગર હાઈ આવ્યા બાદ એમને સાંજના પી. પી. સવાણી હોસ્પિટલ સ્થિત વધુ તપાસ માટે લાવ્યા હતા.
હોસ્પિટલના કાર્ડિયોલોજીસ્ટ ડો. સંજયભાઈ વાઘાણી દ્વારા તેઓનું નિદાન થતા પરિવારજનો પૈકી પિતા વલ્લભભાઈ સવાણી અને પુત્ર મિતુલ સવાણી હાજર હોઈ તેમને હદયના એટેક હોઈ એવી જાણ થતાં જ તેઓને તુરંત એડમિટ કરીને એ સંદર્ભે વિશેષ સારવાર શરૂ કરવામાં આવી હતી.. તેઓની એન્જીયોપ્લાસ્ટી કરીને મોડીરાત્રે તેમને ICCUમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.