દિવાળીના પાવન અવસર પર ચારે બાજુથી ખુશીઓનુ મહેકતુ વવાતાવરણ થઈ જાય છે. આ પર્વ બધા તહેવારોમાં સૌથી શ્રેષ્ઠ મનાય છે. કારણ કે પાંચ દિવસ સુધી આ તહેવારની ખુશીઓ છવાયેલી રહે છે અને મહિન પહેલાથી આ તહેવારની તૈયારી શરૂ થઈ જાય છે. અને લોકો ખરીદી ની તૈયારીમાં લાગી જાય છે તેમજ લોકો મુહૂર્તમાં વધુ માને છે. કહેવાય છે કે સારા મુહૂર્તમાં ખરીદી કરવી શુભ માનવામાં આવે છે.
તારીખ 21થી 27 ઓક્ટોબર વચ્ચે ખરીદીના વિશેષ મુહુર્ત અને શુભ યોગ છે, જેને જ્યોતિષી દૃષ્ટિએ શુભફળ આપનારા મનાય છે. 21 ઓક્ટોબરે સોમ પુષ્ય નક્ષત્ર સાથે સર્વાર્થ સિદ્ધિ યોગ છે. 22 ઓક્ટોબરે ભૌમ પુષ્ય નક્ષત્ર છે. એ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ છે. દીવાળી પહેલા પુષ્ય નક્ષત્રમાં કરાયેલી તમામ ખરીદી અક્ષય ફળ આપે છે. પુષ્ય નક્ષત્રનો સ્વામી શનિ છે, જે લાંબા સમય સુધી રહેનારો ગ્રહ છે. એટલે આ નક્ષત્રમાં કરેલી ખરીદી લાંબા સમય સુધી સાથે રહે છે. 21 ઓક્ટોબર સોમવારે સાંજે 5:33થી બીજા દિવસે 22મી ઓક્ટોબરે સાંજે 4:40 સુધી રહેશે.

કયો દિવસ કઈ ખરીદી માટે શુભ
તારીખ 15 ઓક્ટોબર થી 27 ઓક્ટોબર સુધી ખરીદી કરવા અથવા રોકાણ કરવા માટે શુભ છે તારીખ 15 એ અમૃત સિદ્ધિ યોગ છે જે દિવસે નવું કામ કરવું કે રોકાણ કરવા માટે સુધી માનવામાં આવે છે,
16 ઓક્ટોબરે સર્વાર્થ સિદ્ધિ યોગ છે જે યોગમાં તમામ પ્રકારની ખરીદી કરવા માટે લાભ કારક છે.

17 ઓક્ટોબરે કરવા ચોથ છે કરવા ચોથ સુહાગનો માટે મહત્વનો દિવસ હોઈ છે આ દિવસે સુહાગનો વ્રત કરતી હોય છે કરવા ચોથ પર સુહાગનોનો સામાન અથવા ઘરેણાં ખરીદવા અનુકૂળ છે.
18 ઓક્ટોબરે રોહિણી નક્ષત્ર યોગ છે જે દિવસે હીરા કે હીરાના આભૂષણો ખરીદવા શુભ માનવામાં આવે છે.
19 ઓગસ્ટ રવિ યોગ ના દિવસે ઇલેક્ટ્રોનિક સમાન ખરીદવાથી એ સમાન વધુ ટકે છે. અને શુભ રહે છે.
20 ઓક્ટોબરે રવિ, ત્રિપુષ્કર યોગ છે આ દિવસે ખાદ્ય સામગ્રી અથવા સજાવટનો સમાન ખરીદવો જોઈએ.
21 ઓક્ટોબર સોમ પુષ્પ સ્વાર્થ સિદ્ધિ યોગ છે આ દિવસે ચાંદી કે વાસણની ખરીદી કરવી શુભ ગણાય છે.
22 ઓક્ટોબરે મંગલ પુષ્પ સ્વાર્થ સિદ્ધિ યોગ છે આ દિવસે જમીન અથવા મકાન ની કરીદારી કરવી સારી છે

25 ઓક્ટોબરે ધનતેરશ છે આ દિવસે ધનની દેવી લક્ષમીની પૂજા થાય છે કાર્તિક કૃષ્ણ પક્ષની ત્ર્યોદશીએ ધનતેરસ છે. જ્યોતિષાચાર્ય અર્ચના સરમંડલ કહે છે કે, 25 ઓક્ટોબર શુક્રવારે ત્ર્યોદશી સવારે 7:08 વાગ્યે શરૂ થશે અને 26 ઓક્ટોબર શનિવારે બપોરે 3:47 વાગ્યા સુધી રહેશે. ધનતેરસે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ છે, એટલે એ દિવસે ખરીદી અને પૂજનનું મહત્ત્વ વધી જાય છે. ધનતેરશના દિવસે સ્વાર્થ સિદ્ધિ યોગ છે આ દિવસે તમે વાસણ કે કોઈ પણ પ્રકારની ખરીદી કરી શકો છો.

27 ઓક્ટોબર એટલે દિવાળી, દિવાળીના દિવસે તમે તમારા કરીબીઓને કાઇને કઈ ગિફ્ટ આપતા હોવ ચો તો આ દિવસે સોના ચાંદી, સિક્કા અને લક્ષ્મીની પ્રતિમા ખરીદવું ખુબ શુભ ઘણાય છે.