હવામાન વિભાગે 28 મે સુધી સખત ગરમી પડશે તેવી આગાહી કરી છે ને લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે ગરમીથી બચવા પોતાને અને ઘરના દરેક સભ્યો હાઈડ્રેડ રહે તે માટે આપણે વિવિધ પ્રકારના પીણાઓ પીતા જ હોઈએ છે પરંતુ આજે એક એવી રેસીપી તમારી સાથએ શેર કરશું જેનાથી તમે હાઈડ્રેડ તો રહેશો જ પરંતુ તમારા દિલો-દિમાગ પણ કુલ થઈ જશે, તો ચાલો જોઈ લઈએ ગુલાબ લસ્સીની ઝટપટ બની જાય તેવી રેસીપી.
જરૂરી સામગ્રી:
- દહીં- 2 કપ
- દૂધ- 1 કપ
- ખાંડ- 2 ચમચી
- રુહ અફ્ઝા- 2 ચમચી
- કાજુ, પીસ્તાના ટુકડા- જરૂર પ્રમાણે
- બરફના ટુકડા- જરૂર પ્રમાણે
બનાવવાની રીતઃ
સૌ પ્રથમ એક મોટા બાઉલમાં દહીંમાં દૂધને નાખીને સરખી રીતે ઈલેક્ટ્રીક બીટર અથવા ચમચાથી ફેંટી લો. પછી તેમાં ખાંડ નાખીને ખાંડ ઓગળે ત્યાં સુધી ફરીથઈ બીટ કરો. આ મિશ્રણમાં ગઠ્ઠા ના રહે ત્યાં સુધી બીટ કરો. હવે તૈયાર થયેલા આ મિશ્રણમાં રુહ અફ્ઝા અને બરફના ટુકડા નાખી ફરીથી 2 સેકન્ડ માટે બીટ કરો. જો તમારી પાસે ઈલેક્ટ્રીક બીટર ના હોય તો તમે મિક્સર ગ્રાઈન્ડરમાં પણ રેસીપી બનાવી શકો છો.

છેલ્લે તૈયાર થયેલા મિશ્રણને તમારી પસંદગીના ગ્લાસમાં કાઢી ઉપરથી થોડું રુહ અફ્ઝા, ગુલાબના પાંદડા અને કાજુ-પીસ્તાના ટુકડા નાખીને ઠંડુ ઠંડુ સર્વ કરો.
