સોમવારે ભાઈ-બહેનના પ્રેમ સમો તહેવાર રક્ષાબંધન ઉજવવામાં આવશે. આ દિવસે બહેન ભાઈના હાથમાં તેની રક્ષા માટે રાખડી બાંધે છે. હાલમાં કોરોનાનો કહેર દેશભરમાં ચાલી રહ્યો છે પરંતુ તે છત્તાં માર્કેટમાં રાખડીઓના સ્ટોલ લાગ્યા છે અને બહેનો તેમના ભાઈઓ માટે પોતાની પસંદગીની રાખડીની ખરીદી પણ કરવા જઈ રહી છે.

રાખડી ખરીદતી વખતે અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડે છે, જે આપણામાંથી ઘણાને ખબર નહીં હશે. તેવું પણ કહેવામાં આવે છે કે અમુક પ્રકારની રાખડી ભાઈના હાથમાં બાંધવી ન જોઈએ, તેને અશુભ માનવામાં આવે છે.
આવી રાખડીઓને અશુભ માનવામાં આવે છે
માનવામાં આવે છે કે, કાળા રંગની રાખડી ક્યારેય પણ ખરીદવી ન જોઈએ. શાસ્ત્રો પ્રમાણે કાળા રંગને અશુભ માનવામાં આવે છે. કાળા રંગનો સંબંધ શનિદેવ સાથે છે, તેનાથી કોઈ પણ કાર્યમાં વિલંબ થઈ શકે છે, તેવું મનાવામાં આવે છે. માટે તમારે ક્યારેય ભૂલથી કાળઆ રંગની રાખડી ભાઈની કલાઈએ બાંધવી જોઈએ નહીં.

કાળા રંગ સિવાય પ્લાસ્ટીકની રાખડીને પણ શુભ માનવામાં આવતી નથી. લોકોનું કહવું છે કે પ્લાસ્ટીકની રાખડી બાંધવાથી ખરાબ દુર્ભાગ્યની શરૂઆત થાય છે. આ સિવાય કશેથી પણ થોડીક પણ તૂટેલી હોય તેવી રાખડી બાંધવી જોઈએ નહીં, તેનાથી પરિવાર પર સંકટ આવી શકે છે.

ભગવાનના ફોટા કે તેમના શેપવાળી કોઈ પણ રાખડી બાંધવી જોઈએ નહીં, એવું કરવાથી પાપના ભાગીદાર બનવું પડી શકે છે. માટે તેવી રાખવી ખરદવી જોઈએ નહીં. તે સિવાય અશુભ ચિહ્નોવાળી રાખડી પણ ખરીદવાની ટાળવી જોઈએ.
