સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ અને આજે વરણી કરવામાં આવી હતી. જેમાં સરકાર નિયુક્ત સભ્ય એવા સી.આર.પાટીલ ગ્રુપના ધનેશ શાહને અધ્યક્ષ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે માજી કોર્પોરેટર સ્વાતિ સોસાને ઉપાધ્યક્ષ બનાવવામાં છે. સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પહેલી વખત સરકાર નિયુક્ત સભ્ય અને અધ્યક્ષ તરીકે જાહેર કરવામાં આવે છે.
અગાઉ સમિતીના સભ્ય રહેલાં ધનેશ શાહને રીપિટ કરવામાં આવ્યાં હતાં ત્યારથી જ અધ્યક્ષ બને તેવી અટકળ થતી હતી. આજે ભાજપની સંકલનમાં સી.આર.પાટીલ ગ્રુપના ગણાતા ધનેશ શાહને અધ્યક્ષ જ્યારે પૂર્વ મહિલા કોર્પોરેટર સ્વાતિ સોસાને ઉપાધ્યક્ષ બનાવાયા છે. થોડીવારમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં બંને પદાધિકારી પોતાનો કાર્યભાર સંભાળશે.