ગરમીઓની સિઝનમાં ઠંડી ડિશ ખાવાની મજા જ કંઈ અલગ હોય છ. હાલમાં લોકડાઉન છે તો ઘરમાં બાળકોની ઠંડુ ખાવાની જીદ કરતા હોય છે તો આજે ઘરે જ સરળતાથી બની જાય તેવી રેસિપી મેંગો કેરેમલ શેક લઈને આવ્યા છે. તો ચાલો જોઈ લઈએ રેસિપી.
સામગ્રીઃ
- કેરી 1 નંગ
- કેળું 1 નંગ
- દૂધ 2 કપ
- કેરમેલ સોસ 2 ચમચી
- વેનિલા એસેન્સ 2-3 ટીપા
- ખાંડ 2 ચમચી
- બરફના ટુકડા 5-6 નંગ
બનાવવાની રીતઃ
સૌથી પહેલા કરી અને કેળાની છાલ કાઢીને તેના ટુકડા કરી ગ્રાઈન્ડર મિક્સરમાં એકસરખી રીતે ગ્રાઈન્ડ કરી લો. પછી તેમાં દૂધ, ખાંડ, વેનિલા એસેન્સ અને બરફના ટુકડા નાખી ફરીથી ગ્રાઈન્ડ કરી લો. તમારે કેરેમલ સોસને મિક્સરમાં નાખવો હોય તો તે પણ નાખી શકો છો.

હવે એક ગ્લાસમાં કેરેમલ સોસને ચારેબાજુ નાખીને કોટ કરો પછી તેમાં તૈયાર શેક નાખો. ઉપરથી ફરી કેરેમલ સોસ, કેરીના ટુકડા અને કેળાના ટુકડા નાખી ઠંડુ ઠંડુ સર્વ કરો.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.