વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશને સંબોધિત કર્યો। આ દરમિયાન તેમણે કહ્યું કે, ડોક્ટર્સ, સફાઈકર્મી, અન્ય સેવા કરવા વાળા લોકો, આપણી પોલીસ વ્યવસ્થાને લઇને પણ લોકોની વિદચાર ધારણામાં ઘણો બદલાવ આવ્યો છે. તેમણે રમઝાનની શુભેચ્છા આપતા કહ્યું, આ પવિત્ર માસ દરમિયાન પહેલા કરતા વધુ ઈબાદત કરો જેથી ઈદ પહેલા કોરોના વાયરસ ખત્મ થઈ જાય.

પીએમ મોદીએ સંબોધન કરતાં કહ્યું કે, લાખો લોકોનું ગેસ સબસિડી છોડી દેવાનું , લાખો વરિષ્ઠ નાગરિકોએ રેલ્વે સબસિડી છોડી, સ્વચ્છ ભારત અભિયાનની આગેવાની, શૌચાલયો બનાવવા આવી તો ઘણી વાતો છે. આ પરથી આપણે જાણી શકીએ કે આપણે બધાને એક જ મજબૂત દોરામાં પરોવી રાખ્યા છે. જેથી આપણે દેશ માટે કંઈક કરવાની પ્રેરણા મળે છે.
તેમણે કહ્યું, દરેક મુશ્કેલ પરિસ્થિતિ, દરેક લડત માંથી આપણને કંઈક શીખવા અથવા જાણવા મળે છે. તમામ દેશવાસીઓએ જે સંકલ્પ શક્તિ બતાવી છે તેનાથી ભારતમાં એક નવું પરિવર્તન શરૂ થયું છે. આપણો ધંધો, આપણી ઓફિસો, આપણી શૈક્ષણિક સંસ્થાઓ, આપણી તબીબી ક્ષેત્ર, દરેક નવા ટેક્નીક પરિવર્તન તરફ આપણો દેશ ઝડપથી આગળ વધી રહ્યો છે.
