સૂરણનું નામ સાંભળતા આપણા સૌના મનમાં ઉપાવસમાં ખાવા માટેના શાકભાજી તરીકેની છાપ છે. સૂરણનો દેખાવ બ્રોકલી કે અસ્પોરેગસ જેવો નથી પરંતુ તેના ફાયદા ઘણા છે. મોંઘા અને ફેન્સી શાકભાજીને લાઈમલાઈટ આપાવની સાથે આપણા દેશી શાકભાજીને પણ લાઈમલાઈટ આપવી જોઈએ. તો જાણી લો દેશી એવા સૂરણના સિક્રેટ ફાયદા અને શા માટે તમારા ડાયેટમાં તેનો ઉમેરો કરવો જોઈએ.
ડાઈજેશનમાં મદદગારઃ

સૂરણને જીમીકંદ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઔષધિ તરીકે વાપરવામાં આવતા સૂરણની તીખાશ ખોરાકને પચવામાં મદદ કરે છે. તેને થોડું ખાવાથી તમારું પેટ ભરાયેલું હોય તેવી ફિલીંગ આપશે અને તમારી ડાયજેસ્ટીવ સિસ્ટમને ક્લિન કરવામાં મદદ કરે છે.
સ્કીન માટે ફાયદાકારકઃ

સૂરણમાં આઈસોફલેવોનીસ આવેલું છે, જે સ્કીનની ઘણી મુશ્કેલીઓ જેવી કે પીગમેન્ટશન, સેગીંગ અને રફ સ્કીન માટે ફાયદાકારક છે. લાંબા સમય સુધી તેને પોતાના ડાયેટમાં રાખવાથી તમારી સ્કીન સોફ્ટ અને સ્મૂધ થશે.
વેઈટલોસમાં મદદ કરશેઃ

જીમીકંદ અથવા એલિફન્ટફૂટ યામમાં શરીર માટે સારા કહી શકાય તેવા બેક્ટેરિયા હોય છે, જે તમારી બગડેલી ડાયજેસ્ટીવ પ્રોસેસને સુધારવામાં મદદ કરે છે. ગેસ અને પેટ પર જમા થયેલી ચરબીની સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે સૂરમ ખાવું જોઈએ.
ઘણા બધા રોગોમાંથી મુક્તિ અપાવશેઃ
વિટામી, મિનરલ્સથી યુક્ત એવું સૂરણ ઘણા હેલ્થ ઈસ્યુને દૂર કરવામાં મદદ કરે છે. જેમ કે, જે લોકો જાડાપણું, હાર્ટ સંબંધિત રોગ અને કેન્સર જેવા રોગોમાંથી રાહત અપાવશે માટે આજે જ સૂરણને તમારા ડાયેટમાં ઉમેરો.
હોર્મોન્સને બૂસ્ટ કરે છેઃ
જીમીકંદ યુવાન અવસ્થામાં પ્રવેશતા છોકરા અને છોકરી બંને માટે ઘણું સારું ફૂડ છે. સૂરણ તેમને મજબૂત, લાંબા અને પાતળા થવામાં મદદ કરે છે.
સૂરણને બનાવવા માટેની કેટલીક ટીપ્સઃ
સૂરણની બાહરની સ્કીન થોડી સખત હોવાન લીધે તેને કાપવામાં મુશ્કેલી પડી શકે છે. તેને પહેલા હંમેશા પાણીથી ધોઈને વધારાની માટી કાઢીને જ કાપવું જોઈએ. પછી તમને જોઈતા શેપમાં તેને કાપી લો. કાપી લીધા પછી તેને વિનેગર, લીંબુ અથવા આમલીના પાણીમાં બાફી લો. પછી કોઈ પણ ફોર્મમાં તેને ખાઈ શકો છો.

તમે સૂરણની કોઈ પણ ડીશ બનાવો ત્યાં સુધી પાણીમાં પલાળીને રાખવું જરૂરી છે. તમે સૂરણની ચિપ્સ પણ બનાવી શકો છો. ચિપ્સમાં બનાવવા સૂરણને મનગમતા શેપમાં કાપી લો અને તેને ગર થયેલા તેલમાં તળીને કડક થાય ત્યાં સુધી તળો અને પછી ઉપર તમને મનગમતું સિઝનીંગ નાખીને ખાઈ શકો છો. આ ચિપ્સ બાળકોને પણ ભાવશે અને તેમના દાદા-દાદીને પણ ખવાડાવી શકશો.

આ સિવાય તમે સૂરણની કરી પણ બનાવી શકો છો. સૌ પ્રથમ સૂરણના ચોરસ ટુકડા કરી વિનેગરના પાણીમાં બાફો અને પાણીમાં બફાઈ ગયા પછી કાંદા-ટામેટાની ગ્રેવીમાં જરૂરી મસાલા નાખીને સૂરણના ટુકડા નાખીને સર્વ કરો. આ સિવાય તમે મેસ્ડ પોટેટોની જેમ મેસ્ડ સૂરણની ડીશ પણ બનાવી શકો છો.
