કોરાનાની મહામારીને લીધે લોકોએ 3 મહિના લોકડાઉનમાં વિતાવ્યા હતા અને આ સમય દરમિયાન લોકોના વેપાર-ધંધા બંધ રહેતા અનેક MSME એ તેમના વેપારને રિસફલ કરવાની ફરજ પડી હતી. લોકડાઉન 4 પછી અનલોક ફેઝ શરૂ કરવામાં આવતા ગુજરાતની આશરે 1500થી વધુ MSMEએ પોતાના વેપારને જાળવી રાખવા માટે પોતાના મેઈન બિઝનેસમાંથી બીજા બિઝનેસ તરફ ડાયવર્ટ થવા પર મજબૂર બન્યા છે.

મેનપાવરની અછત, નાણાકીય કટોકટી તેમજ બીજા અનેક નાના યુનિટ પર આધાર રાખતા હોવાથી અને લોકડાઉન દરમિયાન તે પણ બંધ હોવાથી પોતાનો ધંધો રિસફલ કરવાની ફરજ પડી છે. હજુ પણ માનવામાં આવે છે કે આગામી બે મહિનામાં ગુજરાતમાં કુલ 4-4.5 લાખ MSME યુનિટમાંથી આશરે 75000 જેટલી નાની કંપનીઓ પોતાનો બિઝનેસ રિસફલ કરશે.
મેઈન સેક્ટર જેવા કે ટેક્સટાઈલ-ગારમેન્ટ, ઈન્ફ્રાસ્ટ્રકચર, રિઅલ એસ્ટેટ, ટ્રાવેલ અને જ્વેલરી સેક્ટરની અનેક કંપનીઓએ ઓનલાઈન બિઝનેસ, ગ્રોસરી, વેજીટેબલ્સ, પીપીઈ કીટ, ગ્લોવ્સ-માસ્ક, સેનેટાઈઝરના ઉત્પાદન તરફ ડાયવર્ટ થઈ છે. જેટલી કંપનીઓએ રિસફલ કર્યો છે, તેઓ શોર્ટ ટર્મમાં પ્રોફીટેબલ બની ગઈ છે.

પેન ઈન્ડિયા ટ્રેનિંગ-કોચિંગ પૂરી પાડતી ઈન્સ્ટીટ્યૂટ છે પરંતુ માર્ચ હિનાથી તે બંધી હોવાને લીધે હવે આ ઈન્સ્ટીટ્યૂટે ઓનલાઈ ટ્રેનિંગ અને કોર્ષ શરૂ કરવાનું વિચારી રહી છે. આ સિવાય યાર્નના ધંધા સાથે જોડાયેલા લોકોએ યાર્નનું ઉત્પાદન બંધ કરીને તેમણે પીપઈ કીટ, માસ્ક અને સેનેટાઈઝરના ઉત્પાદન શરૂ કરી દીધા હતા અને આ વેપારમાં તેમને ઘણી સફળતા પણ મળી રહી છે.
