ભારતને આંતરરાષ્ટ્રીય સ્તર પર આતંકવાદને અટકાવવા માટે મોટી સફળતા મળી છે. ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકી મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્રએ આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરી દીધો છે. સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદે જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહર વિરૂદ્ધ આ કાર્યવાહી કરી છે.
જૈશ-એ-મોહમ્મદના આતંકી જૂથે જ 14 ફેબ્રુઆરીએ પુલવામામાં આતંકી હુમલો કર્યો હતો. જે પછી ભારત ઉપરાંત વિશ્વના ઘણાં દેશો દ્વારા સતત મસૂદને વૈશ્વિક આતંકી જાહેર કરવાના પ્રયાસ કરી રહ્યાં હતા, ત્યારે તેને હવે સફળતા મળી ગઈ છે. ચીન તરફથી લાંબા સમયથી આ મામલે વિરોધ કરવામાં આવી રહ્યો હતો.
Big,small, all join together.
Masood Azhar designated as a terrorist in @UN Sanctions list
Grateful to all for their support. 🙏🏽#Zerotolerance4Terrorism
— Syed Akbaruddin (@AkbaruddinIndia) May 1, 2019
ખાસ વાત છે ભારતના સમર્થનમાં આ મુદ્દે પ્રસ્તાવમાં અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ પણ સામેલ છે. 13 માર્ચના રોજ યુએનની બેઠકમાં વિચાર કરવામાં આવ્યો હતો, પરંતુ ચીને ટેક્નિકલ આધારે આ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો.
આ તરફ અમેરિકા અને બાકી દેશોએ એ સ્પષ્ટતા કરી છે કે, મસૂદ મામલે હવે વધુ રાહ ના જોઇ શકાય. જો મસૂદને વૈશ્વિક આતંકી જાહેર કરવામાં આવશે તો વિશ્વમાં જૈશના તમામ નાણાંકીય લેવડ-દેવડ પર પ્રતિબંધ બંધ થઇ જશે અને એકાઉન્ટ બંધ કરી દેવામાં આવશે. જે આતંકવાદ સામે મોટી કાર્યવાહી કરી શકાશે. આ ભારતની સૌથી મોટી કૂટનીતિક જીત ગણાશે.
શું થશે તેની અસર ?
સંયુક્ત રાષ્ટ્રના પ્રતિબંધો સાથે જ હવે મસૂદ અઝહરની વિશ્વનાં તમામ રાષ્ટ્રો- રાજ્યોએ ટાંચમાં લેવામાં આવશે. તેમજ તેને કોઇ પણ રાષ્ટ્રોમાંથી પ્રવેશ અને પસાર થવા પર પ્રતિબંધ લાગી શકે છે. એટલું જ નહીં તેને શસ્ત્રોનું વેચાણ પર પણ પ્રતિબંધ લાગી શકે છે. અને સંપૂર્ણ લશ્કરી કવાયત વગેરે પર પ્રતિબંધ મુકવાનો રહેશે.
જો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરાવાની સાથે જ ઉપરના તમામ પ્રતિબંધો તાત્કાલિક અસરથી લાગુ પડી જાય છે. બીજા શબ્દોમાં, પાકિસ્તાને તાત્કાલિક ધોરણે મસૂદ અઝરના ફંડ અને અન્ય આર્થિક સંપત્તિઓને તાત્કાલિક ધોરણે ટાંચમાં લેવાની રહેશે. આ ઉપરાંત તેની તમામ ગતિવિધિઓ પર નજર રાખવી પડશે.
NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.