આ વર્ષે કોરોના મહામારીના કારણે ગુજરાતના સૌથી પ્રસિદ્ધ તહેવાર નવરાત્રીનું આયોજન નહિ કરવા સરકારે જણાવ્યું છે. આ વર્ષ આવું પ્રથમ વખત બન્યું છે કે, ગુજરાતમાં શેરી, મહોલ્લા, સોસાયટીમાં પણ શેરી ગરબા નહીં થાય. નવરાત્રીમાં પ્રતિબંધ મુકવાથી મંડપ, લાઇટિંગ, ડીજે, પારંપરિક પોશાકો ચણીયા-ચોળી સાથે જોડાયેલા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો કરવો પડયો છે.

ગુજરાતમાં માત્ર અમદાવાદ જ નહિ પરંતુ વડોદરા, સુરત, આણંદ, જામનગર, રાજકોટ સહિત સમગ્ર રાજયમાં આ સ્થિતિ જોવા મળી રહી છે. ગરબાનું ડ્રેસ મટીરીયલ વેંચતા વ્યાપારીઓને ગરબા મહોત્સવ ન થવાથી કરોડોની ખોટ પડી છે. નવરાત્રી સાથે સંકળાયેલા ઘણા વ્યાપારીઓનો ધંધો ઠપ થઇ ગયો છે.
નવરાત્રીમાં પરંપરાગત પોશાકોની મોટા પ્રમાણમાં ખરીદી થતી હોય છે. પરંતુ આ વર્ષે ખરીદી કરતા લોકોની સંખ્યા નહિવત્ છે. કોરોના મહામારીના કારણે આ વર્ષે આકર્ષક ડીઝાઇનોમાં ગરબા ડ્રેસના મેચીંગ માસ્ક પણ તૈયાર કરાયા છે. પરંતુ, સરકારે પ્રતિબંધ મુકતા તમામ વસ્તુઓનું વેચાણ સૌ ઠપ થઇ ગયું છે.
આ પણ વાંચો : કોરોનાકાળમાં સૌથી મહત્વની વસ્તુના નિકાસ પર સરકારે લગાવેલ પ્રતિબંધ હટાવ્યો
સુરતમાં બે દાયકાથી ડ્રેસ મટીરીયલ્સની દુકાન ચલાવતા વ્યાપારીએ જણાવ્યું કે, કોરોના મહામારીના કારણે હાલમાં ધંધો ઠપ થઇ ગયો છે. સામાન્ય રીતે આ સમયે દુકાનમાં ઘણા ગ્રાહકો ખરીદી કરવા આવતા હોય છે પરંતુ, આ વર્ષે પરિસ્થિતિ સંપૂર્ણ ભિન્ન છે.
