અમિતાભ બચ્ચન કોણ છે તે જણાવાની જરૂર નથી, ફક્ત નામ જ પૂરતું છે. પરંતુ તેમની સાથે હવે કઈ એવું થઇ રહ્યું છે, જેના વિષે જણાવવું અને વાત કરવું ખુબ જ જરૂરી છે. અમિતાભના પરિચયમાં એક નવો પોઇન્ટ જોડાવવા જઈ રહ્યો છે. ખુબ જ મહત્વનો પોઇન્ટ. જે છે ભારતીય સિનેમાનો સૌથી મોટો અને સૌથી ખાસ એવોર્ડ, તે એમને મળવા જઈ રહ્યો છે. એવોર્ડનું નામ છે-દાદા સાહેબ ફાળકે પુરસ્કાર.

બિગ બીને કયો ફાળકે પુરસ્કાર મળશે?
હવે સવાલ આવે છે કે અમિતાભને કયો દાદા-સાહેબ પુરસ્કાર મળી રહ્યો છે? આશ્ચર્ય ન પામતા. આવું એટલે કહીએ છે કારણ કે બે પ્રકારના દાદા-સાહેબ એવોર્ડ મળે છે. એક જે સરકાર આપે છે, એટલે દાદા સાહેબ ફાળકે એવોર્ડ. બીજો દાદા સાહેબ ફાળકે ફિલ્મ ફાઉન્ડેશન એવોર્ડ, આ એવોર્ડ એક સંસ્થા આપે છે. બંને એવોર્ડ એક બીજાથી એટલા જ અલગ છે, જેમ ખાંડ અને મીઠું.

સરકાર વાળો દાદા સાહેબ ફાળકે એવોર્ડ
સરકાર જે આપે છે તે ભારતીય સિનેમાનો સૌથી મોટો એવોર્ડ માનવામાં આવે છે. આની શરૂઆત 1969 થી થઇ હતી. 17 મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં આને જોડવામાં આવ્યો હતો. ત્યારબાદ દર એક નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં આપવામાં આવે છે. આ એવોર્ડ ફિલ્મ મેકર દાદા-સાહેબ ફાળકેના નામથી શરુ થયો હતો. સિનેમામાં આજીવન ખુબ જ સારું કામ કરવા વાળાને આ એવોર્ડ આપવામાં આવે છે. દર વર્ષે કોઈ એક વ્યક્તિને જ આપવામાં આવે છે. સમ્માનિત થવા વાળા વ્યક્તિનું નામ એક જ્યુરી પસંદ કરે છે.
દાદા-સાહેબ ફાળકે ફિલ્મ ફાઉન્ડેશન એવોર્ડ
જયારે ફાઉન્ડેશન એવોર્ડ એક ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે. રાખી સાવંત, મનીષા કોઈરાલા, શાહરુખ ખાનને આ એવોર્ડ મળી ગયો છે. અહીં સુધી કે રેપિસ્ટ ગુરમીત રામ રહીમને પણ. તેને ફિલ્મ ‘MSG-2’ માટે મોસ્ટ પોપ્યુલર ‘એક્ટર અને ડાયરેક્ટર’ નો ફાળકે ફાઉન્ડેશન મળ્યો હતો. ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી જોડાયેલી કેટલીક કેટેગરીમાં આ એવોર્ડ આપવામાં આવે છે. આમા એક્ટરથી લઇ મેકઅપ આર્ટિસ્ટ સુધીની કેટેગરી પણ મૌજુદ હોય છે. આ એવોર્ડ સિનેમા જગતનો સૌથી મોટો એવોર્ડ નથી પરંતુ સારી વાત એ છે કે આમા ઈન્ડસ્ટ્રીથી જોડાયેલા કેટલા લોકોને ધ્યાનમાં રાખવામાં આવે છે.
માટે નિશ્ચિંન્ત રહો સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને સરકાર આપે તે ‘દાદા-સાહબ ફાળકે એવોર્ડ’ મળ્યો છે.
