એક તરફ રમઝાન પહેલાં જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ સામે કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે ત્યારે અનંતનાગમાં આતંકીઓએ ભાજપના નેતાની ગોળી મારીને હત્યા કરી દીધી છે.
શનિવાર રાત્રે અનંતનાગ જિલ્લાના નૌગામ નામના ગામમાં હથિયારો સાથે આતંકીઓએ હુમલો કર્યો હતો. જેમાં અનંતનાગ જિલ્લાના ભાજપ ઉપાધ્યક્ષ ગુલ મુહમ્મદ મીરના ઘરમાં ઘૂસી આતંકીઓએ ગોળી મારી દીધી હતી.
જે પછી તેમને હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ભાજપના રાજ્ય પ્રવક્તાએ આ અંગે માહિતી જણાવી હતી. ભાજપના નેતા મુહમ્મદ મીરની ઉંમર 60 વર્ષ હતી. આતંકીઓએ 4 જેટલી ગોળી તેમના શરિરમાં ધરબી દીધી હતી.
Strongly condemn the killing of @BJP4JnK leader Shri Ghulam Mohammed Mir. His contribution towards strengthening the party in J&K will always be remembered. There is no place for such violence in our country. Condolences to his family and well-wishers.
— Narendra Modi (@narendramodi) May 5, 2019
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ગુલ મોહમ્મદ મીરની હત્યાની આકરી નીંદા કરી છે. જમ્મુ-કાશ્મીરમાં પાર્ટીને મજબૂત કરવાની દિશામાં તેમનું યોગદાન હંમેશા યાદ કરાશે. આપણા દેશમાં આવી હિંસા માટે કોઇ જગ્યા નથી.
ઉલ્લેખનીય છેકે કેન્દ્ર સરકારે ગયા વર્ષે રમઝાનમાં સીઝફાયરની જાહેરાત કરી હતી. મહેબૂબાની ઈચ્છા છે કે સરકાર આ વખતે પણ આવી જાહેરાત કરે.
NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.