મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા એના એક અઠવાડિયાનો સમય વીતી ગયો. પરંતુ યુતિ સરકાર બનવાની કોઈ સંભાવના નજીકના ભવિષ્યમાં જણાતી નથી. સંપૂર્ણ ચૂંટણીમાં પ્રચાર પ્રસારથી લઈને કોઈ પણ નિવેદન આપવા પર જેમના ઉપર સંપૂર્ણ પ્રતિબંધ હતો તેવા નિવેદન ગુરુ અને પોતાના વિચિત્ર નિવેદનોથી દર હંમેશ ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વને આંખમાં કણાની જેમ ખૂંચતા એવા સંજય કુમાર રાઉત પરિણામોના સમયે તરત જ પ્રગટ થયા એટલું જ નહીં તુરંત જ પોતાના નિવેદનો સ્વરૂપ તલવારથી યુતિ સરકાર ન બને તે માટે સંપૂર્ણ પ્રયત્નશીલ છે તે સ્પષ્ટપણે જણાઈ આવ્યુ છે. તેમના સિવાય શિવસેના તરફે કોઈપણ નિવેદન કરતુ નથી અને તેઓ ભાજપ અને શિવસેનાની યુતિ સરકાર કોઈપણ સંજોગમાં નહિ બને તે માટે સુપર એકટીવ બની ગયું છે.

આ સંજોગોમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અદભુત સંયમ રાખીને દેવેન્દ્ર ફડનવીસના નેતૃત્વમાં સરકાર બનશે તેવું જ નિવેદન આપે છે પરંતુ આ સરકારના આંકડાઓનું ગણિત કોઈપણ રીતે સ્પષ્ટ થતું નથી. શિવસેના સતત 50%/50% ફોર્મુલાની વાત કરે છે. ઘડીકવારમાં 2.5 વર્ષ મુખયમંત્રી પદ રાખવાની વાત કરે છે. સ્વાભાવિક રીતે જ આંકડાઓની દ્રષ્ટિએ ભારતીય જનતા પાર્ટી પાસે શિવસેના કરતા બમણું સંખ્યાબળ છે પરંતુ સરકાર રચવા માટે અપૂરતું છે.

2014 માં જયારે તમામ પક્ષો અલગ અલગ વિધાનસભા ચૂંટણી લડ્યા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીને સારી સીટો મળી હતી અને ભાજપના ઘણા નેતાઓ આ વખતે પણ એકલાજ ઈલેક્શન લડવાના મૂડમાં હતા. ભાજપની જે સીટો ઓછી આવી છે તેનો અભ્યાસ કરતા એવું જણાય છે કે ભાજપના મતો શિવસેનામાં જેટલા ટ્રાન્સફર થયા છે તેટલા મતો શીવસેનામાંથી ભાજપમાં ટ્રાન્સફર થયા નથી પરંતુ ઘણી જગ્યાએ આ માટે રાષ્ટ્રવાદી કોંગ્રેસને મળ્યા છે જેથી સાવ ખરાબ રીતે લડતા હોવા છતાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ ખુબ સારું પ્રદર્શન કર્યું છે અને કોંગ્રેસ મહારાષ્ટ્રમાં ચોથા સ્થાન પર આવી ગઈ છે.
શિવસેના કોઈપણ ભાગે આદિત્ય ઠાકરેને મુખ્યમંત્રી બનાવવા માંગે છે અને તે માટે તે રાષ્ટ્રવાદી કોંગ્રેસ અને કોંગ્રેસના ટેકાથી સરકાર રચવાનો પ્રયત્ન કરશે તેવું બની શકે છે. આવા કોઈપણ સંજોગો ઉભા થાય તો રાજ્યપાલની ભૂમિકા ખુબ જ અગત્યની બની રહેશે તેવું લાગી રહ્યું છે. દેશની આર્થિક રાજધાની પર વર્ચસ્વ જમાવાની જંગ આગામી દિવસોમાં ખુબ રસપ્રદ બનશે તેવું લાગે છે.
જાણીતા રાજકીય વિશ્લેષક મેહુલભાઈ ચોકસીની કલમે

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.