બુધ 14 ઓક્ટોબરે સવારે 6-30 કલાકે તુલા રાશિમાં ચાલ પરિવર્તન કરી વક્રી થઈ જશે. 3 નવેમ્બરે રાત્રે 11 વાગ્યે 15 મિનિટે ફરી ચાલમાં પરિવર્તન કરી માર્ગી થઈ જશે. બુધ તુલામાં એક મહિનો 24 દિવસ સુધી ગોચર કરશે. ત્યારબાદ 28 નવેમ્બરે સવારે 7 વાગ્યે ને 2 મિનિટે વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. કોઈપણ રાશિમાં ગ્રહનું વક્રી થવું સારૂં નથી માનવામાં આવતું, જોકે કુંડળીની સ્થિતિ પ્રમાણે એ ક્યારેક લાભદાયક પણ હોઈ શકે છે. બુધ કુંડળીમાં ખરાબ હોય તો પરિણામમાં નિર્ણય લેવાની ક્ષમતા ન હોય, માથાનો દુઃખાવો, ચામડી વગેરેના રોગ વગેરે થઈ શકે છે.

જો તમારી કુંડળીમાં બુધ સારો હોય તો તમને વાણી, શિક્ષણ, ગણિત, તર્કમાં લાભ મળે છે. જાણીએ બુધના વક્રી થવાથી તમારી રાશિ પર તેનો શું પ્રભાવ પડી શકે છે. બુધ વક્રી થવા દરમિયાન નેતાઓમાં પણ બેફામ વાણીવિલાસ જોવા મળી શકે છે ખાસ કરીને જ્યારે કોરોના કાળ બાદ બિહાર સહિત રાજ્યોમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે બુધના વક્રીકાળમાં નેતાઓના નિવેદનો ભારે ચર્ચાસ્પદ બની રહેશે.
આ પણ વાંચો : 5 મહિનામાં અડધી થઇ ચીનથી વેપાર ખાદ્ય, જાણો શું કહે છે આંકડા
- બુધના વક્રી થવાથી મેષ રાશીવાળાઓએ થોડું સંભાળીને ચાલવું પડશે. તમારે થોડા વિવાદો, ઝગડાથી બચવું પડશે. એ ઉપરાંત કોઈપણ માંગલિક કાર્ય બુધના માર્ગી થવા બાદ જ કરવા.
- વૃષભ રાશિવાળાઓએ જેમના સાથે સંબંધો ખરાબ થયા છે, તેમણે સુધારવા જોઈએ. પૈસાની લેણદેણ બાબતે થોડી સાવધાની વર્તવી.
- મિથુન રાશિવાળાઓ માટે આ પરિવર્તન થોડું સારૂં કહી શકાય એમ છે. પોતાના ભવિષ્ય માટે આ સમયમાં પ્લાનિંગ કરી શકો.
- કર્ક રાશિવાળાઓએ તેમના આરોગ્યનું ધ્યાન રાખવું. નોકરીમાં નીચેના કર્મચારીઓ સાથે તાલમેળ ટકાવી રાખવો.
- સિંહ રાશિવાળાઓએ પહેલા કરતાં વધારે પરિશ્રમ કરવો પડશે. યાત્રાથી પણ લાભ થઈ શકે.
- કન્યા રાશિવાળાઓ માટે આર્થિક નિર્ણયો લેવા આ શ્રેષ્ઠ સંજોગો છે.
- તુલા રાશિવાળાઓ કોઈ વાતની ચિંતા ન કરે, તમને તમારી મહેનતથી સફળતા મળશે.
- વૃશ્ચિક રાશિવાળાઓ માટે સમય થોડો કપરો છે, તમારે તમામ કામ ખૂસ સાવચેતીથી કરવાના રહેશે.
- ધન રાશિના જાતકો માટે બુધ વક્રી થવાથી નોકરી-વેપારમાં લાભ થશે.
- મકર રાશિવાળાઓ માટે બુધનું વક્રી થવું શુભ છે. સકારાત્મક પરિણામ પ્રાપ્ત થશે.
- કુંભ રાશિવાળાઓ માટે આ સમયમાં ઉન્નતિ અને સફળતાના યોગ બની રહ્યા છે. મહેનતથી કાર્ય કરશો તો ઉચિત પરિણામ મળશે.
- મીન રાશિના જાતકો નાણાકીય મામલે થોડી સાવધાની રાખે, વગર વિચાર્યે લેણ-દેણ તમારા માટે તકલીફ લાવી શકે છે.
