ભારતમાં હાલ ઠેરઠેર વરસાદી માહોલ છવાયેલો છે. હાલમાં, દેશમાં 5 સાઈક્લૉનિક સર્ક્યુલેશન બનેલા છે. જેના કારણે ગુજરાત, ઓડિશા, પ.બંગાળ, પૂર્વ યુપી, તટીય આંધ્રમાં ચાર દિવસ સુધી ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. ભારે વરસાદના કારણે તંત્ર એલર્ટ થઈ ગયું છે. હાલમાં અરબી સમુદ્ર અને દક્ષિણ ગુજરાતમાં અપર એર સાઈક્લોનિક સરક્યુલેશન સક્રિય છે. આ સરક્યુલેશન ઉત્તર તરફ આગળ વધીને 6 અને 7 જુલાઈએ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત સુધી પહોંચશે, જેથી સૌરાષ્ટ્રનાં ભાગોમાં અતિભારે વરસાદ દ્વારા 5 થી 15 ઇંચ જેટલો વરસાદ થઇ શકે છે. તે ઉપરાંત સમગ્ર રાજ્યમાં વરસાદ રહેશે.

તેમ છતાં રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ ઓછો થઇ શકે છે. ઉત્તર અને મધ્ય ગુજરાત વરસાદ ઓછો થઇ શકે છે. અરબી સમુદ્રનું વહન અને બંગાળના ઉપસાગરના વહન વચ્ચે ખાંચો પાડવાના કારણે ઉત્તર-મધ્ય ગુજરાતના ભાગો સુધી વહન પહોંચી શકતું નથી. સિંધ પ્રાંત રજપૂતાનામાં અને મધ્ય પ્રાંતમાં હવાનું દબાણ હોવા છતાં પણ ઘણી જગ્યાએ વરસાદ આવવાના અણસાર દેખાતા નથી.
આજે અષાઢ સુદ પૂનમનો ચંદ્ર જો વાદળોમાં ગરકાવ લે અને લીલો ભેજમય ઉગે તો રાજ્યમાં ભારે વરસાદ થઇ શકે છે. અષાઢી પૂનમના ચંદ્રને ગામઠી ભાષામાં હાંડો કહેવામાં આવે છે. જેથી પૂનમે વાદળા બરાબર હોવા જોઈએ. અષાઢ વદ આઠમના ચંદ્રને ખાડો કહેવામાં આવે છે. જેના પગલે તારીખ 7 સુધી દક્ષિણ ગુજરાતમાં આહવા, ડાંગ, વલસાડ તેમજ દરિયાકિનારાના ભાગો સુરત સહીત દક્ષિણ ગુજરાતના ભાગો નવસારી, બારડોલી, ભરૂચના ભાગોમાં પણ વરસાદ થવાની આશંકા રહેલી છે. જેમાં, આહવા, ડાંગ, વલસાડમાં દસ ઈંચ કે તેથી વધુ વરસાદ થવાની સંભાવના દરધવામાં આવી રહી છે.

સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગો ગીર, જૂનાગઢના ભાગો પર વધુ વરસાદ પડશે. પોરબંદરના ભાગો અને જામનગરના ભાગોમાં પણ વરસાદ પડશે. કચ્છ, સોરઠના ભાગો અને ભાવનગરમાં વરસાદ આવી શકે છે. અરવલ્લી, મહીસાગર, પંચમહાલે, સાપુતારા, અમદાવાદ, વડોદરા, ચોટીલા, સુરેન્દ્રનગરમાં પણ વરસાદની આશંકા દર્શાવામાં આવી રહી છે. તે ઉપરાંત, બનાસકાંઠા, મહેસાણા, સિદ્વપુર, પાટણ, કડી પંથકમાં પણ શક્યતાઓ રહેલી છે. સાથે જ સાણંદ, બાવળાના ભાગો, બેચરાજી, માંડલના ભાગોમાં પણ મેઘરાજા વરસી શકે છે.

તે ઉપરાંત, પુનર્વસુ નક્ષત્રમાં સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ પાડવાની શક્યતાઓ રહેલી છે. જો કે, પુનર્વસુ નક્ષત્રનું પાણી કૃષિપાકો માટે સારું ગણવામાં આવતું નથી. માટે, જમીન ભીની હોય તો કૃષિ કાર્યો કરવા સારા નહીં. જુલાઈ ની તારીખ ૧૫ થી ૨૨ સુધી સારા વરસાદની શક્યતા છે. અંબાલાલ દા.પટેલ અનુસાર, પુષ્ય નક્ષત્રનું પાણી સારું રહેશે એવું જણાવ્યું છે. હવામાન વિભાગના અનુસાર, લોપ્રેશરના કારણે કચ્છ પર આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. લો પ્રેસર કે જે થોડું આગળ વધીને વેલ માર્કડ લોપ્રેસરમાં કન્વર્ટ થશે પરંતુ તેથી આગળ વધશે નહીં. વેલ માર્કડ લો પ્રેસરમાં જતાં જ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાશે. તે ઉપરાંત હવાની ગતિ 15 થી 20 કિમી પ્રતિકલાકની નોંધવાની શકયતા રહેલી છે.
