વાયુ પ્રદુષણને લઇ હાલ પર્યાવરણ ખુબ જ દુષિત બની ગયુ છે જેને લઇ રોગચાળો પણ વધે છે અને ઘણા લોકોએ જીવ ગુમાવવાનો પણ વારો આવે છે વાયુ પ્રદુષણથી બચવા માટે લોકો નવા નવા પ્રયોસો કરતા રહે છે શહેરમાં વાયુ પ્રદુષણ કંટ્રોલ કરવા માટે એક નવો પ્રોજેક્ટ તૈયાર થઇ રહ્યો છે.

ચીનની જેમ જ સુરતમાં પણ એર પ્યૂરીફાયર ટાવર બનાવવામાં આવશે. એર પ્યૂરીફાયર ટાવર પ્રદુષિત હવાને પોતાના તરફ ખેંચશે. ત્યારબાદ હવાને ગરમ કરવામાં આવશે. ગરમ હવાને અલગ અલગ લેવલ પર ફિલ્ટર કરી શુદ્ધ કરવામાં આવશે. આ 500 મીટર જગ્યામાં 10 મીટર પહોળો અને 24 મીટર ઉંચો ટાવર હશે અને 25 હોર્સ પાવરની મશીન લગાવવામાં આવશે. જેમાં 30 હજાર ક્યૂબિક મીટર હવા રોજ શુદ્ધ થઈ શકે છે. જેથી એક લાખ લોકોને શુદ્ધ હવા મળી શકશે. સૌથી નાનો ટાવર લગભગ 1.5 કરોડ રૂપિયા ખર્ચે બને છે
ક્લીન એન્વાયરમેન્ટ રિસર્ચ સેન્ટર, IIT દિલ્હી અને SVNIT એર પ્યૂરીફાયર લગાવવાની તૈયારી કરી રહી છે. .સુરતના આ ટાવરને હવામાન વિભાગ સાથે પણ જોડવામાં આવશે. દિવસમાં ટાવરને ચલાવવા માટે સોલાર પેનલ લગાવવાની પણ યોજના છે.
ટાવર બનાવવા માટે જગ્યા નક્કી કરવામાં આવી નથી અને જગ્યા માટે સર્વે કરવામાં આવશે. મોબાઈલ વાનમાં પણ નાનો એર પ્યૂરીફાયર ટાવર લગાવવાની યોજના છે. જે અલગ અલગ જગ્યાઓ પર ફરીને હવા શુદ્ધ કરવાનું કામ કરશે.