ગુજરાત કોંગ્રેસ(Gujarat Congress)ના 8 ધારાસભ્યો(MLA)એ રાજ્યસભાની ચૂંટણી(Rajyasabha Election) પહેલા રાજીનામાં(Resigned) આપ્યા હતા, જેમાં 5 ધારાસભ્યો આજે ભાજપ(BJP)માં જોડાશે. આ ધારાસભ્યો આજે બપોરે બાર વાગ્યે કમલમ્ ખાતે વિધિવત્ રીતે કેસરીયો ધારણ કરશે. જેને લઇ તૈયારી શરુ થઇ ગઈ છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી(Jitu Vaghani)ની હાજરીમાં કેસરિયો ધારણ કરશે.
આ ધારાસભ્યો જોડાશે ભાજપમાં

અબડાસા : પ્રદ્યુમનસિંહ જાડેજા,
કરજણ : અક્ષય પટેલ,
કપરાડા : જીતુ ચૌધરી,
ધારી : જે.વી.કાકડિયા,
મોરબી : બ્રિજેશ મેરજા,
આ ધારાસભ્યોને આમંત્રણ નહિ
ગુજરાત ભાજપના ટોચના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર એમાંથી માત્ર ત્રણ કે ચારને જ ટિકિટ આપી પેટાચૂંટણી લડાવાશે. બીજા અન્ય ત્રણ પૂર્વ ધારાસભ્યોને ભાજપ પાર્ટીમાં એન્ટ્રી નહીં આપે. કારણ કે ભાજપ ત્રણ પૂર્વ ધારાસભ્યને ભાજપ પક્ષમાં નહી આવકારે. જેમાં લિંબડીના સોમા ગાંડાને ભાજપમાં જોડાવવા આમંત્રણ અપાયું નથી. તો ડાંગના મંગળ ગાવિત અને ગઢડાના પ્રવિણ મારુને પણ ભાજપમાં જોડાવા આમંત્રણ મળ્યુ નથી.
આ પણ વાંચો : સતત બીજા વર્ષે ગુજરાત રોજગારી આપવામાં દેશમાં સૌથી આગળ, બેકારી દર રહ્યો આટલો
