યોગી આદિત્યનાથની સરકારે મોબાઈલ ફોન યુઝ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે ક્યાં? યુપીની કોલેજો અને યુનિવર્સીટીમાં.
આ વિષય પર યુપીના ઉચ્ચ શિક્ષણ નિર્દેશકે એક આદેશ જાહેર કર્યો છે. જે આદેશમાં એ પણ લખ્યું છે કે યુનિવર્સીટી અને કોલેજોમાં શિક્ષકો પર પણ આ નિયમ લાગુ થશે. આદેશમાં Blanket Banનો ઉલ્લેખ કરવામા આવી રહ્યો છે. જેનો મતલબ કાઢી શકાય કે યુપીમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં મોબાઈલ ફોનનો કોઈ પણ રીતે ઉપયોગ કરી શકાય નહિ.

હિન્દુસ્તાન ટાઈમ્સમાં છાપેલી ખબર મુજબ યુપીમાં બધી યુનિવર્સીટીમાં અને કોલેજોમાં ભણવા- લખવાનો સારો માહોલ બનાવવા માટે એવું કરવામાં આવી રહ્યું છે.
ત્યાં જ આઉટલુકમાં પ્રકાશિત થયું છે કે સરકાર ઘણા સમયથી ધ્યાન આપી રહી છે કે કોલેજોમાં અને યુનિવર્સીટીમાં લોકો વધુમાં વધુ સમય મોબાઈલ ફોન વાપરવામાં લગાવે છે.
આ પહેલા યુપી સરકારે પ્રદેશની કેબિનેટની મીટિંગમાં પણ અધિકારીઓ અને નેતાઓના મોબાઈલ ફોન ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુક્યો હતો. આ અંગે ત્યારે કહેવામાં આવું હતું કે અધિકારીઓ-નેતાઓ મેસેજ કરે છે, એ કારણે એવું કરવામાં આવ્યું છે. પરંતુ ઘણા લોકોએ કહ્યું કે મીટિંગ ની ખબર મીડિયામાં ન જાય એ કારણે એવું કરવામાં આવ્યું હતું.