સુરતના શહેરી વિસ્તારોમાં પરીવહન માટે જે વાહનોનો ઉપયોગ થાય છે તેમાંથી સાયકલ સૌથી ઓછું પ્રદુષણ કરનાર અને ઈકોનોમીકલ વાહન છે. હાલમાં કરવામાં આવેલ એક સર્વે ઉપરથી એવું જણાવેલ છે કે COVID-19ના પેંડેમીક પછી સાયકલના ઉપયોગમાં ઉત્તરોત્તર વધારો થયેલ છે. શહેરી પરીવહનમાં સાયકલનો ઉપયોગ વધે તો પ્રદુષણ, ટ્રાફિક જામ વિગેરે જેવી ઘણી બધી સમસ્યાઓને ઓછી કરવામાં મદદરૂપ થઈ શકે છે. શહેરી વિસ્તારમાં સાયકલનો ઉપયોગ વધારવાના હેતુથી સરકારના જદા-જુદા વિભાગો ધ્વારા નિરંતર પ્રયત્નો કરવામાં આવે છે. કેન્દ્ર સરકારના આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય (MOHUA) દ્વારા લોન્ચ કરવામાં આવેલ નેશનલ ચેલેન્જમાં સુરત દ્વારા ઉમેદવારી નોંધાવેલ છે.

જે અંતર્ગત સુરત રાહેરમાં જુદા-જુદા તબક્કે ૮૦ કી.મી.ના સાયકલ ટ્રેક બનાવવામાં આવેલ છે. શહેરીજનોને સાયકલ ઉપયોગ માટે પડતી મુશ્કેલીઓ દુર કરી વધુને વધુ લોકો સાયકલનો ઉપયોગ કરે તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. જે અંતર્ગત આજ રોજ સ્માર્ટ સીટીઝ, સ્માર્ટ અર્બનાઈઝેશન કોન્ફરન્સના ત્રીજા દિવસે સરસાણા કન્વેશન સેન્ટર ખાતે, કુનાલકુમાર(જોઇન્ટ સેક્રેટરી-સ્માર્ટ સીટી મિશન), રાહુલ પુર (ડિરેકટર–માર્ટ સીટી મિશન), મીનીસ્ટ્રી ઓફ હાઉસીંગ એન્ડ અર્બન અફેર્સ, સ્થાયી સમિતિના ચેરમેન પરેશભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં સુરત મહાનગરપાલિકાના કમિશ્નર બંછાનિધિ પાની અને ITDP(Institute for Transportation & Development Policy) India Programme સાઉથ એશિયા ડિરેકટર અશ્વથી દિલીપની વચ્ચે Sustainable Transport તથા સુરતને સાયકલીંગ તથા વોકીંગ ફ્રેન્ડલી સીટી બનાવવા માટે (Mou) (Memornhun of Undertaking) કરવામાં આવેલ છે.

TDP એક આંતરરાષ્ટ્રીય બીન લાભકારી સરકારી સંસ્થા છે જે પર્યાવરાની દૃષ્ટિની જાહેર પરિવહનના વધુ ઉપયોગ માટે કાર્યરત છે. ITDP ઘણા વર્ષોથી Urban Mobility Plan Bus Beed Urban Transport Systein, Multi Model Integration, Walking & Cycling Infrastructure, Parking Management, Transit Oriented Davelopment અને Sustainable Transport Police ના વિકાસ માટે વિશ્વભરમાં જાહેર એજન્સીઓ અને સંસ્થાઓને તકનીકી સહાય પુરી પાડે છે. આગામી દિવસોમાં, ITDP દ્વારા સુરત મહાનગરપાલિકાને Sustinable Transport તથા સાયકલીંગ અને વોર્મીંગ ફ્રેન્ડલી સીટી બનાવવા માટે સહાય પુરી પાડવામાં આવશે.
