નરેન્દ્ર મોદી સરકાર માટે કેબિનેટ મંત્રીઓના નામ ફાઇનલ થઈ ગયા છે. પીએમઓથી મળી રહેલી માહિતી અનુસાર કેબિનેટમાં રાજનાથ સિંહ, સ્મૃતિ ઈરાની, સુરેશ અંગાડી, રાવ ઈન્દ્રજીત, પ્રકાશ સિંહ બાદલ, હરસિમરત કૌર, કૈલાશ ચૌધરી, સદાનંદ ગૌડા જેવા વરિષ્ઠ નેતાઓને ફોન આવ્યો છે
તો બીજી તરફ અગાઉના શાસન કાળ દરમિયાન પણ મંત્રી મંડળમાં રહેલા નિતીન ગડકરી, કિરણ રિજિજૂ, સુરેશ પ્રભુ, બાબુલ સુપ્રિયો, અર્જુન રામ મેઘવાલ, મુખ્તાર અબ્બાસ નકવી, પ્રહલાદ જોશી, નિર્મલા સીતારામણ, રવિશંકર પ્રસાદ, પીયૂષ ગોયલ અને સંજીવ બાલિયા મંત્રીપદના શપથ લેશે.
આ પણ વાંચો : મોદી સરકારમાં કોણ બનશે નાણા પ્રધાન?,ભાજપના સાંસદે નારાજ થઈ મોદીને આપી ખુલ્લી ચેતવણી
PMOથી આ નેતાઓને પણ આવ્યો ફોન થાવરચંદ ગેહલોત, નિત્યાનંદ રાય, અનુપ્રિયા પટેલ, કૃષ્ણપાલ ગુર્જર, આરસીપી સિંહ, દેબાશ્રી ચૌધરી, નરેન્દ્રસિંહ તોમર, રમેશ પોરરિયાલ નિશંક, પ્રકાશ જાવડેકર, રામદાસ આઠવલે, ડો. જિતેન્દ્ર સિંહ, કૃષ્ણ રેડ્ડી, પ્રહલાદ જોશી, રવીન્દ્રમ, રામચંદ્ર પ્રસાદ સિંહ (જેડીયૂ), સંતોષ ગંગવાર, રાજ્યવર્ધન રાઠોડ અને ધર્મેન્દ્ર પ્રધાનને ફોન કરીને શપથ ગ્રહણમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે.
તો ગુજરાતમાંથી પુરુષોત્તમ રૂપાલા, મનસુખ માંડવીયા, મનસુખ વસાવા અને અમિત શાહને પણ મંત્રી મંડળમાં સ્થાન મળી શકે છે. જેમની સાથે મોદી 4.30 કલાકે મુલાકાત કરી. આજે સાંજે 7 કલાકે શપથ લઇ શકે છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.