માનવ સંસાધન વિકાસ મંત્રાલય(HRD Ministry)નું નામ શિક્ષા મંત્રાલય(Education Ministry) કરી દેવામાં આવ્યું છે. આ નિર્ણય મોદી કેબિનેટ(Modi Cabinet)ની બેઠકમાં લેવામાં આવ્યો, આ બેઠક દરમિયાન મોદી સરકારે નવી શિક્ષાનીતિ(New Education Policy)ને મંજૂરી આપી દીધી છે. સિંગલ રેગુલેટર-માનવ સંસાધન વિકાસ મંત્રાલય યૂજીસી અને AICTEને એક સાથ લાવવાની તૈયારી કરી રહ્યું છે. સાથે જ આરટીઇ એક્ટમાં પણ બદલાવ થઇ શકે છે. નવી શિક્ષણ નીતિમાં બોર્ડની પરીક્ષાઓને લઇને પણ બદલાવ કરવામાં આવી શકે છે.
કેવી હશે સરકારની નવી શિક્ષણ નીતિ
બોર્ડની પરીક્ષાને લઇ વિદ્યાર્થીઓને કોર્સ પસંદ કરવાનો રહેશે. વિદ્યાર્થીઓની સ્કિલ પર ધ્યાન આપવામાં આવશે. 6થી 14 વર્ષના બાળકો માટે શિક્ષાના અધિકારનો કાયદા મુજબ બાળકોને નિઃશુલ્ક શિક્ષણ આપવામાં આવે છે. ત્યારે હવે આમા પ્રી-પ્રાઇમરીને પણ સામેલ કરી શકાય છે. સ્થાનિકભાષા પર જોર આપવામાં આવી શકે છે. સ્કૂલમાં સંસ્કૃત ઉપરાંત ઉડિયા, તેલુગૂ, તમિલ, પાલી અને મલયાલમ ભાષાને પણ સામેલ કરી શકાય છે.
નવી શિક્ષા નીતિમાં શિક્ષાના અધિકાર કાનૂનના દાયરાને વ્યાપક બનાવાયું છે. જે અંતરગત હવે 3 વર્ષથી 18 વર્ષના બાળકોને શિક્ષાનો અધિકાર કાનૂન 2009ની અંદલ લવાશે.
- ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં વિશ્વસ્તરીય અને ઉચ્ચ ગુણવત્તાપૂર્ણ અભ્યાસ પર ભાર અપાશે તેમજ હાયર એજ્યુકેશનમાં વર્લ્ડ ક્લાસ રિસર્ચ ફોકસ કરાશે
- અંડર ગ્રેજ્યુએટ પ્રોગામનું માળખુ પણ બદલવામાં આવશે ત્યારે કોર્સ દરમિયાન અનેક ધોરણથી નીકળવા કે પ્રવેશ કરવા અનેક વિકલ્પ મળશે
- પાઠ્યક્રમમાં ભારતીય જ્ઞાન પદ્ધતિઓને સામેલ કરવામાં આવશે સાથે જ પરંપરા, સંસ્કૃતિ અને ભાષાની વિવિધતાને ધ્યાનમાં રખાઈ છે
- કલા, સંગીત, શિલ્પ, રમત, યોગ, સામુદાયિક સેવા જેવા વિષયનો સમાવાશે.
- બાળકોમાં જીવન જીવવાની જરૂરી કૌશલ અને જરૂરી ક્ષમતા વિકસિત કરવા ભાર અપાશેે
- વૈશ્વિક મંચે આર્થિક વિકાસ, સામાજિક વિકાસ, સમાનતા, પર્યાવરણ સંરક્ષણના નેતૃત્વનું સમર્થન
- સ્કૂલ શિક્ષા, ઉચ્ચ શિક્ષાની સાથે કૃષિ શિક્ષા, કાનૂની શિક્ષા, ચિકિત્સા શિક્ષાને સમાવાશે
- ટેકનિકલ અને વ્યાવસાયિક શિક્ષણને પણ શિક્ષણ નીતિમાં સમાવાશે
ઉચ્ચ ગુણવત્તા અને વ્યાપક શિક્ષા સુધીની પહોંચ નક્કી કરાઈ છે. આમ થવાથી ભારતનો સતત વિકાસ નક્કી થશે. ત્યારે પ્રાઈવેટ સ્કૂલોને મનમાની રીતે ફી વધારતા રોકવાની ભલામણ બદલાતા સમાજની જરૂરિયાતના આધારે નવી શિક્ષા નીતિ નક્કી કરવામાં આવી છે.
ભારત જ્ઞાનની મહાશક્તિ બની ઉભરશે
જાવડેકરે નવી શિક્ષણ નીતિને ઐતિહાસિક ગણાવી. ત્યાં જ રમેશ પોખરિયા નિશંકે કહ્યું કે, નવી શિક્ષા નીતિ પછી ભારત જ્ઞાનની મહાશક્તિ બની ઉભરશે. એમણે કહ્યું કે નવી શિક્ષા નીતિને વ્યાપક વિચાર-વિમર્સ પછી તૈયાર કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે વિશેષજ્ઞોથી લઇ જન પ્રતિનિધિઓથી ગગન ચર્ચા, પરામર્શ પછી તૈયાર કરવામાં આવી છે. તેમણે કહ્યું કે સવા 2 લાખ સૂચનો લાવવામાં આવ્યા। ઉચ્ચ શિક્ષા માટે અલગ-અલગ ટિમો બનાવવામાં આવી છે.
