વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM narendra modi) અને કેન્દ્ર સરકાર(central government) વિરુદ્ધ રાહુલ ગાંધી (Rahul gandhi)એ એક ટ્વીટ કર્યું જે ઘણું ચર્ચામાં છે. રાહુલ ગાંધીએ ટ્વીટમાં લખ્યું કે ‘બીમારીના વાદળ છવાયેલા, લોકો મુસીબતમાં છે, બેનિફિટ લઇ શકો છો- આપદાને ફાયદામાં બદલી કમાઈ રહી છે ગરીબ વિરોધી સરકાર.’
મુશ્કેલી છતાં કમાવવાનું છોડતા નથી
રાહુલ ગાંધીનો મોદી સરકાર પર વધુ એક પ્રહાર કરતા ટ્વીટ કરી છે. તેમણે મોદી સરકારને ગરીબ વિરોધી સરકાર ગણાવી છે. શ્રમિક ટ્રેનોથી સરકારે કરેલી કમાણીનો અહેવાલ ટ્વિટ કર્યો છે. કહ્યું કે કોરોનાકાળમાં દોડાવવામાં આવેલી સ્પેશિયલ શ્રમિક ટ્રેનથી 428 કરોડ રુપિયા કમાણી કરી છે. સંકટના વાદલ છવાયા છે. લોકો મુશ્કેલીમાં છે છતાં કમાવાનું છોડતા નથી.
રાહુલ ગાંધીએ ટ્વીટ દ્વારા મોદી સરકાર પર કર્યા પ્રહારો
રાહુલ ગાંધીએ ટ્વીટના માધ્યમથી જણાવવાની કોશિશ કરી છે કે સરકાર કોરોના જેવા સંકટમાં પણ લોકો દ્વારા ખુબ કમાણી કરી છે. કોરોનામાં લોકડાઉનનું એલાન થતા જ દેશના વિવિધ ભાગો માંથી પ્રવાસી મજૂરી પગપાળા પોતાના વતન જવા નીકળી પડ્યા હતા. ત્યાર પછી સ્થિતિ બગડતી જોઈએ સરકારે શ્રમિક ટ્રેનોનું સંચાલન શરુ કર્યું હતું. આ ટ્રેનોના ભાવોને લઇને પણ ઘણો વિવાદ થયો હતો. રાહુલ ગાંધીએ ટ્વિટમાં પ્રધાનમંત્રી પર ‘વાદળ’ અને ‘બેનિફિટ’ જેવા શબ્દોનો ઉપયોગ કરી નિશાનો સાધ્યો.
આ પણ વાંચો : 400 વર્ષ જૂનું ઝાડ બચાવવા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ બદલી નાખ્યો હાઇવેનો નકશો
