ચૂંટણી જીત્યા પછી ‘મોદી 2.0’ સામે પડકારો પણ રહેશે ‘2.0’ જેટલાં મુશ્કેલ
મોદી સરકાર 2.0 સામે કેટલાં પડકાર છે તેની ચર્ચા અગાઉ કરી છે, જેમાં રોજગારીના મુદ્દે વિશેષ વાતચીત
પ્રધાનમંત્રી આર્થિક સલાહકાર સમિતિના સભ્ય રાથિન રૉય માને છે કે ઓછામાં ઓછી અડધી વસ્તીની આવક એવી હોવી જોઇએ કે જેથી તે ઉપભોક્તા ચીજ સસ્તા દરે ખરીદી શકે, જેથી કલ્યાણ માટે સબસીડી મહત્તમ 50 કરોડ લોકોને આપી શકાય.
જો કે ભારત એમ નહીં કરી શકે તો આવતા દાયકાઓમાં દેશનો વિકાસ દર થંભી થઇ જાય એમ છે. મતલબ કે દેશની ઝડપી આગળ વધતી ઇકોનોમી એક પડાવ પર અટકી પડે એવી સંભાવના રહેલી છે. અર્થશાસ્ત્રી આર્ડો હૈનસન આ સ્થિતિને એવી જાળ ગણાવે છે કે જેમાં તમારો ખર્ચ સતત વધતો જાય અને તમે પ્રતિસ્પર્ધામાંથી ફેંકાઇ જાવ. તેઓ વધુમાં કહે છે કે એક વખત તમે મિડલ ઇન્કમ ટ્રેપમાં ફસાઇ જાવ એ બાદ તેમાંથી નીકળવું તમારા માટે મુશ્કેલ થઇ જાય.
વિશ્વ બેન્કના એક અભ્યાસમાં જણાયું કે 1960માં મધ્યમ આવકવાળા 101 દેશોમાંથી ફક્ત 13 દેશ જ 2008 સુધી ઊંચી આવકવાળા અમેરિકા જેવા દેશોની પંગતમાં બેસી શક્યા છે. આ 13 દેશોમાંથી ફક્ત ત્રણ જ દેશોની વસ્તી અઢી કરોડથી વધુ છે. ભારત નીચી મધ્યમ આવકવાળી અર્થવ્યવસ્થા છે અને એવા સમયે આ મિડલ ઇન્કમ ટ્રેપમાં ફસાઇ જવું દુઃખદાયક રહે છે.
મતલબ કે જ્યાં સુધી આવક વધશે નહીં, ત્યાં સુધી વિકાસને ધમધમતો કરવો મુશ્કેલ બની શકે છે. અહીં તો રોજગારી જ મોટી સમસ્યા બની રહી છે, ત્યારે આવક વધારવાનો તો પ્રશ્ન જ ક્યાં પેદા થાય છે. વળી મોદી સરકાર પકોડા વેચવાને પણ રોજગારી ગણતી હોય ત્યારે આવક વધે એ સંજોગો ઉપસ્થિત થાય એવી આશા નથી.
આજે સરકારી નોકરી કરતા લોકોનો જે પગાર છે, એટલું જ કામ કરનારા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓનો પગાર અડધા કરતાં પણ ઓછો જ છે, એ અસમાનતા છતાં સરકારી પગારને જ માપદંડ ગણીને ચાલવામાં આવે છે. મોંઘવારી વધે છતાં ખાનગી ક્ષેત્રમાં પગાર વધતા નથી, તેથી સામાન્ય લોકો માટે ઘરનું અર્થતંત્ર ખોરવાઇ જાય છે અને તેનો કાપ ખરીદી પર જ આવે છે. એ જોતાં હવે સરકારે રોજગાર વધારવાની સાથે સાથે વધુ પગાર મળે એ દિશામાં પગલાં ભરવા જોઇએ. સરકારે ભલે યુનિયનનો એકડો કાઢી નાંખ્યો હોય, પરંતુ કામદારોને મળતા લાભો ખાનગી ક્ષેત્ર પ્રામાણિકતાથી આપે એવી યંત્રણા ગોઠવ્યા વિના આપણું અર્થતંત્ર ધબકતું થવાનું નથી. આજે 80 ટકાથી વધુ વસ્તી ખેતી કે ખાનગી નોકરી પર નિર્ભર છે, તેનું જ જીવવું કઠીન થઇ પડ્યું છે, ત્યારે તે મહત્તમ વસ્તીને સાથે લઇને ચાલ્યા વિના કાગળ પરનો વિકાસ વાસ્તવિકતા સામે વામણો પુરવાર થશે.
એ ઉપરાંત રાજકિય મુશ્કેલીઓ અંગે પણ સચેત રહેવું પડશે. એમ તો પૂર્ણ બહુમત હોવાને કારણે મોદી સરકારે બીજા સહયોગી સામે ઝૂકવું પડે એવી સ્થિતિ નથી. પરંતુ પહેલી ટર્મમાં જે લોકોને આશા હોય એની પરખ થતાં વાર લાગે એટલે પહેલી ટર્મ તો આનંદમાં નીકળી જતી હોય છે, પરંતુ બીજી ટર્મથી ડિલિવર કરવાનું હોય છે. એમાં ઉણી ઉતરવાને કારણે ભલભલા રાજકારણીઓને પરસેવો પડી જતો હોય છે. ઇન્દિરા ગાંધીને પણ બીજી ટર્મમાં અસંતોષનો સામનો કરવો પડ્યો હતો. ઇમરજન્સી પછી પણ તેમને તક મળી ત્યારે પણ પક્ષને સાચવવો મુશ્કેલ થઇ પડ્યો હતો. મનમોહન સિંહની પણ બીજી ટર્મ કોંગ્રેસ માટે તથા સરકાર માટે વિવાદ પેદા કરનારી જ રહી હતી.
મોદી માટે આ બીજી ટર્મ છે, ત્યારે હવે જે સપનાં દેખાડ્યા છે, તેને મૂર્તિમંત કરવાનો આ સમય છે, એ સમય મોદી નોટબંધી જેવા બિનપરિણાત્મક નિર્ણયો લેવામાં ગાળશે, તો ભાજપ માટે એ ઘાતક નીવડી શકે છે. યાદ રહે કે ઇન્દિરા ગાંધીની વિદાય પછી સતત કોંગ્રેસ ઘસાતી ગઇ છે. ભાજપમાં પણ એ જ સિનારિયો છે. એક સમયે ઇન્દિરા ઇઝ ઇન્ડિયા કહેવાતું, આજે મોદી માટે એમ જ કહી શકાય. ભલે મોદીએ ચૂંટણી પ્રચારમાં નહેરુ ઇન્દિરા અને ગાંધી પરિવારને ગાળો દીધી હોય, પરંતુ ઇન્દિરા ગાંધી સાથે તેમની ઘણી સામ્યતા છે અને તેમાં ગુણ અને અવગુણ બંને આવી જાય છે, તેની નોંધ લેવી રહી અને ઇતિહાસ પુનરાવર્તન કરતો હોય એ ક્યારેય ન ભુલાય.
ઇન્દિરા ગાંધીને પણ બીજી ટર્મમાં અસંતોષનો સામનો કરવો પડ્યો હતો. ઇમરજન્સી પછી પણ તેમને તક મળી ત્યારે પણ પક્ષને સાચવવો મુશ્કેલ થઇ પડ્યો હતો. મનમોહન સિંહની પણ બીજી ટર્મ કોંગ્રેસ માટે તથા સરકાર માટે વિવાદ પેદા કરનારી જ રહી હતી. મોદી માટે આ બીજી ટર્મ છે, ત્યારે હવે જે સપનાં દેખાડ્યા છે, તેને મૂર્તિમંત કરવાનો આ સમય છે, એ સમય મોદી નોટબંધી જેવા બિનપરિણાત્મક નિર્ણયો લેવામાં ગાળશે, તો ભાજપ માટે એ ઘાતક નીવડી શકે છે.
યાદ રહે કે ઇન્દિરા ગાંધીની વિદાય પછી સતત કોંગ્રેસ ઘસાતી ગઇ છે. ભાજપમાં પણ એ જ સિનારિયો છે. એક સમયે ઇન્દિરા ઇઝ ઇન્ડિયા કહેવાતું, આજે મોદી માટે એમ જ કહી શકાય. ભલે મોદીએ ચૂંટણી પ્રચારમાં નહેરુ ઇન્દિરા અને ગાંધી પરિવારને ગાળો દીધી હોય, પરંતુ ઇન્દિરા ગાંધી સાથે તેમની ઘણી સામ્યતા છે અને તેમાં ગુણ અને અવગુણ બંને આવી જાય છે, તેની નોંધ લેવી રહી અને ઇતિહાસ પુનરાવર્તન કરતો હોય એ ક્યારેય ન ભુલાય…
(લેખક જાણીતા રાજકીય વિશ્લેષ્ક)

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.