વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની સરકારના બીજા કાર્યકાલના 75 દિવસનો હિસાબ રજૂ કર્યો. એવું તો સરકાર પોતાનો 100 દિવસોનુ રિપોર્ટ કાર્ડ રજૂ કરે છે. પણ હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યુઝ એઝનસી IANS ને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે, અમે સરકાર બનાવ્યા પછી ઓછા સમયમાં અભૂતપૂર્વ ગતિ નક્કી કરી લીધી છે. અમે જે પણ મેળવ્યું છે. તે સ્પષ્ટ નીતિ અને સાચી દિશામાં કામ કરવાનું પરિણામ છે. અમારી સરકારે શરૂઆતના 75 દિવસોમાં જ ઘણા બધા કામો કર્યા.
- વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સરકારની જોરદાર રીતે કામ કરવા પાછળ સરકારનું પૂર્ણ બહુમતથી જીતવાનું છે. આ 75 દિવસોના અમારા કાર્યો મજબૂત પાયાનો પરિણામ છે. જેને અમે ગત પાંચ વર્ષના કાર્યકાળમાં બનાવ્યો હતો. આ માત્ર સરકારના કારણે નહીં, પણ સંસદમાં મજબૂતી હોવાના કારણે થઇ છે.
- PM એ 17 મી લોકસભાના બજટ સત્ર વિશે કહ્યું કે, મારી નજરમાં આ કઈ નાની સિદ્ધિ નથી. પરંતુ એક ઐતિહાસિક વળાંક છે. બજટ એ સંસદ અને જનતાની જરૂરિયાતોના પ્રતિ વધુ જવાબદાર બનાવ્યું છે. અનેક ઐતિહાસિક ઘટનાનોની શરૂઆત થઇ. જેનામાં ખેડૂતો અને વ્યાપારીઓના માટે પેંશન યોજના, મેડિકલ સેક્ટરમાં સુધાર, શ્રમ સુધારની શરૂઆત પણ આમાં સામેલ છે. ઓછા સમયમાં સાહસી નિર્ણય લેવું એ સરકારની ઓળખ બની ગઈ છે.
- કાશ્મીરના નિર્ણય કરતા મોટો બીજો કોઈ નિર્ણય નહીં હોઈ શકે. એમણે કહ્યું કે સરકારના કલમ-370 અને કલમ-35 A ને વ્યવસ્થિત રીતે અને કોઈપણ અડચણ વિના સફળતાપૂર્વક હટાવ્યો. એનાથી માત્ર પાકિસ્તાન જ નહીં. પરંતુ એ પણ આશર્યચકિત થઇ ગયા છે.
- વડાપ્રધાન મોદીએ કહ્યું કે, બાળકોની સુરક્ષાને લઈને ચંદ્રયાન-2, ભ્રષ્ટાચારના વિરૂદ્ધ કાર્યવાહી થી લઈને મુસ્લિમ મહિલાઓના તીન તલાકનો ચુકાદો બધું કરીને બતાવ્યું
- સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સુધારા કરવાની દિશામાં આગળ વધવાનો નિર્ણય લીધો છે. આ લોકોનું સ્વાસ્થ્ય અને યુવાનોના ભવિષ્ય સાથે જોડાયેલો મામલો છે. અસ્તિત્વમાં રહેલી સમસ્યાઓથી લડવા માટે રાષ્ટ્રીય મેડિકલ આયોગ (એનએમસી) આ ક્ષેત્રમાં દૂરગામી સુધારો છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.