તત્કાલીન રેલ મંત્રી લાલુ પ્રસાદ યાદવે ગરીબોના AC ટ્રેનમાં બેસવાના સપનાઓ પૂર્ણ થાય તે માટે 2006 માં ગરીબ રથ એક્સપ્રેસ શરૂ કરી હતી. પણ હાલમાં મોદી સરકારે ગરીબ રથ ટ્રેનોને મેલ એક્સપ્રેસમાં ફેરવી નાખી છે. તેથી ગરીબ રથ ટ્રેનો બંધ થઇ જશે.
દેશમાં અંદાજે 26 ગરીબ રથ ટ્રેનો છે અને તમામને ધીરે-ધીરે મેલ એક્સપ્રેસમાં ફેરવામાં આવશે. ગરીબ રથ ટ્રેનને મેલ કે પછી એક્સપ્રેસ ટ્રેનમાં ફેરવવાની સાથે જ ટ્રેનોનું ભાડું વધી જશે. જેનાથી ગરીબ રથની સસ્તી મુસાફરી બંધ થઇ જશે.
કેમ ગરીબ રથ બંધ કરવામાં આવી રહી છે?
ગરીબ રથ ટ્રેનોમાં સૌથી પહેલા 16 જુલાઈએ પૂર્વોત્તરની કાઠગોદામ-જમ્મુ અને કાઠગોદામ-કાનપુર સેન્ટ્રલ ટ્રેનને મેલ-એક્સપ્રેસમાં ફેરવવામાં આવશે. વાસ્તવમાં રેલ વિભાગનું કહેવું છે કે ગરીબ રથ ટ્રેનના નવા કમ્પાર્ટમેન્ટ બનવાનું બંધ થઇ ગયું છે. એટલે કે જે ટ્રેનો હાલમાં શરૂ છે એ 14 વર્ષ જૂની છે જેમને ક્રમનુસાર ગરીબ રથના કમ્પાર્ટમેન્ટને મેલ એક્સપ્રેસમાં ફેરવવામાં આવશે.
આ પણ વાંચો : આખરે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહે ભાજપની ‘ગુરૂકુળ’માં પ્રવેશ મેળવી લીધો
આ ગરીબ રથમાં 12 કમ્પાર્ટમેન્ટ હોય છે અને તમામ 3AC કોચ હોય છે. આ ટ્રેનોને મેલ ટ્રેનોમાં ફેરવાની યોજનાથી કોચની સંખ્યા વધાવીને 12 થી 16 કરવામાં આવશે. આ 16 કમ્પાર્ટમેન્ટમાં થર્ડ એસી, સેકન્ડ એસી, સ્લીપર અને જનરલ કોચ હશે.
ક્યારે શરૂ થઇ હતી?
વર્ષ 2005 માં જ્યારે લાલુ યાદવે ગરીબ રથ ટ્રેન શરૂ કરવાનું જાહેર કર્યું હતું. ત્યારે તેમના ખુબ વખાણ કરવામાં આવ્યા હતા. કેમ કે, એક સાધારણ માનવીનું AC ટ્રેનમાં મુસાફરી કરવાનું સપનું પૂર્ણ થવાનું હતું.
ગરીબ રથ ટ્રેનની ગતિ 140 કિમી પ્રતિ કલાકેથી દોડવામાં સક્ષમ છે. આ ટ્રેનના તમામ કમ્પાર્ટમેન્ટમાં થર્ડ એસીની સુવિધા છે. પણ આનું ભાડું સામાન્ય થર્ડ એસીની સરખામણીમાં લગભગ 40% ઓછું છે. મુસાફરો માટે ખાવા-પીવાનું અને બેડ રોલના માટે અલગથી પૈસા આપવા પડે છે. એક બેડ રોલના માટે રૂ. 25 આપવા પડે છે. જેમાં એક તકિયો, બે ચાદર અને એક ધાબળો હોય છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.