દેશમાં મિલ્કતના માલીકી- મોર્ટગેજ તથા ટ્રાન્સફર વિ. ક્ષેત્રે એક ક્રાંતિ લાવી શકતા આધાર જેવું જ દેશનું પ્રથમ પ્રોપર્ટી કાર્ડ રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અર્પણ કરશે. હાલ દેશમાં જમીન સહિતની રીયલ એસ્ટેટ, પ્રોપર્ટીનો કોઈ એક સમાન રેકોર્ડ મોજૂદ નથી. ખેતી સહિતની જમીનનો કે પછી આવાસો તથા મિલ્કતોમાં રાજય આધારીત પોર્ટલ છે પણ કોઈ દસ્તાવેજ આખરી છે કે કેમ તે જાણકારી પણ ઉપલબ્ધ નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં પ્રથમ વખત આ આધાર-મોડેલનો પ્રોપર્ટીકાર્ડની યોજના તૈયાર કરી હતી. તે રવિવારે લોન્ચ થશે.
ઘરમાં જ મળશે પ્રોપર્ટી કાર્ડ

શ્રી મોદી એક વર્ચ્યુઅલ કાર્યક્રમ છે અને 763 ગામોના 132,000 મિલ્કત ધારકોને તેમના ઘરમાં જ આ પ્રોપર્ટી કાર્ડ આપવાના કાર્યક્રમ શરૂ કરશે. આ સાથે મિલ્કતના માલિકીપણામાં એક નવી પારદર્શક સીસ્ટમ શરૂ થશે. આધારકાર્ડની મારફત આ કાર્ડની ચીપમાં મિલ્કતની તમામ હીસ્ટ્રી હશે અને બેન્કો તેના આધારે મોર્ટગેજ ડીડ કરી શકશે અને મિલ્કતના ખરીદ વેચાણની પ્રક્રિયા પણ સરળ બનશે અને મિલ્કતનો વિવાદમાં કમી આવશે. ઉપરાંત મિલ્કતના બનાવટી દસ્તાવેજ વિ. મારફત જે છેતરપીંડી થાય છે તે પણ ડામી શકાશે. વડાપ્રધાનના આ પ્રોજેકટ હેઠળ 2024 સુધીમાં દેશભરમાં શહેરી તથા ગ્રામીણ તમામ મિલ્કતોના આ રીતે આધાર જેવા જ પ્રોપર્ટીકાર્ડ ઈસ્યુ કરી દેવાશે.
રેકોર્ડ ડીજીટલ અને ઓનલાઈન ઉપલબ્ધ

રવિવારે વડાપ્રધાનના હસ્તે હરિયાણાના 221 કર્ણાટકના બે મહારાષ્ટ્રના 100, મધ્યપ્રદેશ 44 ઉતરપ્રદેશના 346 ઉપરાંત ઉતરાખંડના 50 ગામોના મિલ્કત ધારકોને એકી સાથે તેના પ્રોપર્ટી કાર્ડ ઈસ્યુ કરવામાં આવશે. જે ડીજીટલ પ્રોપર્ટી કાર્ડ તરીકે ઓળખો- આયોજનમાં તમામ રાજયોના મહેસુલી વિભાગોને પણ સામેલ કરીને તેમના તમામ રેવન્યુ રેકોર્ડ ડીજીટલ અને ઓનલાઈન ઉપલબ્ધ રહે તે જોવા જણાવાયું છે. દેશમાં એક સમયની જમીનદારી પદ્ધતિથી હવે ડીજીટલ યુગમાં સમગ્ર સીસ્ટમ પ્રવેશી રહી છે.
ભવિષ્યમાં મિલ્કત સંબંધી કોઈપણ તકરારમાં અદાલતોને પણ તમામ રેકોર્ડ ઉપલબ્ધ કરાવવાની જરૂર રહેશે નહી અને આ ડીજીટલ કાર્ડની મદદથી જ અદાલત મિલ્કતનો રેકોર્ડ મેળવી શકશે. દેશની અદાલતોમાં 40% કેસ તો મિલ્કત સંબંધી છે. જે દિવાની દાવા તરીકે ઓળખાય છે અને તેમાં ચુકાદામાં આવતા દશકાઓનો સમય જાય છે. સરકાર તે પ્રક્રિયા પણ સુધારવા જઈ રહી છે.
આ પણ વાંચો : દરોડામાં સુરતથી પણ જોડાયો અધિકારીઓનો કાફલો
