સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. સરકારે કુલ 39 બિલ રજુ કર્યા છે. થશે એને પાસ કરવવાની વાતો. મંગળવારે સરકારે એક બિલ રજુ કર્યું. Jallianwala Bagh National Memorial (Amendment) Bill, 2019. અને રાજ્યસભામાં એ બિલ પાસ થઇ ગયું. ગયા સત્રમાં આ બિલ લોકસભામાં પાસ થઇ ચૂક્યું હતું.
આ બિલ અનુસાર 1951 જલિયાંવાલા બાગ નેશનલ મેમોરિયલ બિલમાં સુધારો કરવામાં આવશે. આ બિલના પાસ થયા પછી આ મેમોરિયલ ટ્રસ્ટ બોર્ડમાં કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષની જગ્યા નહિ રહે. આ પહેલા કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષની એક સ્થાયી સીટ હતી. નવા સુધારામાં કહેવામાં આવ્યું છે કે સંસદમાં જયારે વિપક્ષનો એક પણ નેતા નહિ હોય, ત્યારે સૌથી મોટી વિપક્ષી પાર્ટીના નેતાને ટ્રસ્ટી બનાવવામાં આવશે.

સુધારા પછી કેન્દ્ર સરકાર કોઈ પણ ટ્રસ્ટીને કાર્યકાલ પૂરો થવા પહેલા બરખાસ્ત કરી શકે છે. તે પણ કોઈ પણ કારણ વગર.

આ બિલ પર થયેલા સુધારામાં કોંગ્રેસ પાર્ટીએ આપત્તિ જતાવી છે. કોંગ્રેસ નેતા પ્રતાપસિંહ બાજવા એ કહ્યું કે બિલના નામ પર રાજનીતિ થઇ રહી છે. કોંગ્રેસ પાર્ટી ભારતના સ્વતંત્રતા આંદોલનમાં રહી છે, અને પાર્ટીના અધ્યક્ષને ટ્રસ્ટીના પદથી હટાવવું આપત્તિ જનક છે. એમણે સરકારને કહ્યું કે તેઓ બિલને પરત લઈ લે. સાથે જ એમણે ભગત સિંહને ભારત રત્ન આપવાની માંગ કરી છે.

જેના પર સંસ્કૃતિ મંત્રી પ્રહલાદ પટેલે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષને ટ્રસ્ટ થી હટાવવા પર કોંગ્રેસ પાર્ટી શા માટે ઓબ્જેક્ટ કરી રહી છે? એમણે કહ્યું કે આ બિલ માં કોઈ રાજનીતિ નથી. કોંગ્રેસ ઉપરાંત સીપીઆઈના સાંસદ કેકે રાજેશે પણ બિલ પર સવાલ ઉઠાવ્યો. કે આ બિલને ખોટી મંશા સાથે લાવવામાં આવ્યું છે.
બિલ પર વોટિંગ થઇ ત્યારે સંસદ માંથી વોકઆઉટ કરી લીધું. ત્યાર પછી વોઇસ વોટ સાથે વોટિંગ થઇ અને રાજ્યસભામાં બિલ બહુમતી સાથે પાસ થઇ ગયું.
