આ વાત છે ભારતના નવા અરબપતિ બાયજૂ રવિન્દ્રનની જે એક સમયમાં સ્કૂલ ટીચર હતા. આજે એમની કંપની 6 બિલિયન ડોલર (4,13,07,30,00,00 એટલે 41 અરબ રૂપિયા) ના બરાબર છે. તેની કંપનીનો આ સફર રવીન્દ્રનની સફળતા જણાવી રહ્યા છે. આ જ કંપનીએ એમને ભારતનો નવો અરબપતિ બનાવી દીધો છે.
એક રિપોર્ટના અનુસાર રવીન્દ્રનની કંપની થિંક એન્ડ લર્નએ જુલાઈ 2019 ના શરૂઆતના અઠવાડિયામાં 150 મિલિયન ડોલરની ફંડિંગ મેળવી હતી. રવીન્દ્રનની પાસે કંપનીના 21% થી વધારે શેર છે. આ ઉપરાંત રવીન્દ્રનએ 2015 મા ઓનલાઇન લર્નિંગ એપ બાયજુ લોન્ચ કર્યું હતું.
આજે BYJU’s એપની આખી દુનિયામાં 3.5 કરોડ યુઝર છે. આના સિવાય આ એપના 24 લાખ પેડ સબસ્ક્રાઇબર પણ છે. આટલુજ નહીં દિવસ રાત આ એપના યુઝર્સ વધી રહ્યા છે. તેમની આ સફળતા માટે તેમનો એ ધ્યેય જ છે જેને એ એક સપનાની જેમ પૂરો કરવા નીકળ્યા હતા.

રવીન્દ્રનનો જન્મ દક્ષિણ ભારતના તટવર્તી ગામમાં એક શિક્ષક દંપતીના ઘરે થયો હતો. તો પણ તેનું મન સ્કૂલમાં ન લાગતું હતું. તે ઘરેથી કલાકો સુધી ફૂટબૉલ રમવા નીકળી જતો હતો. પછી ઘરે આવી ભણતો હતો. ત્યાર પછી એજયુકેશન પૂર્ણ કરી રવીન્દ્રન એન્જીનીર બની ગયા અને પરીક્ષાની તૈયારી કરવા માટે સ્ટુડન્ટ્સની મદદ કરવા લાગ્યા.
તેણે ભણાવેલું સ્ટુડન્ટ્સને સમજ પડવા લાગી, પછી તેમની કલાસીસમા સ્ટુડન્ટ્સ એટલા વઘી ગયા કે તેમણે સ્ટેડિયમમાં એક સાથે હજારો વિદ્યાર્થીઓને ભણાવાનું શરૂ કર્યું. આ રીતે રવીન્દ્રન એક સેલિબ્રિટી ટીચર બની ગયા. 37 વર્ષીય ઉદ્યમી શિક્ષકનું કેહવું છે કે તે ઇન્ડિયન એજ્યુકેશન માટે એવુજ કરવા ઈચ્છે છે જેવું ડિઝનીએ મનોરંજન માટે કર્યું છે.
તેમણે એમના એપમાં ડિઝનીના તર્જ પર દ લાયન કિંગના સિમ્બાથી લઈને ફ્રોઝેનના અન્નાની મદદથી ગ્રેડ વનના છાત્રોને ગણિત અને અંગ્રેજી ભણાવ્યું. તેમના એનિમેટેડ વીડિયો, ગેમ, વાર્તાઓ, અને ઈન્ટરેક્ટિવ ક્વિઝમાં એ જ એક્ટ કરે છે.
એક રિપોર્ટના અનુસાર, ઓનલાઇન લર્નિંગ એપમા બાયજુ ઝડપથી વધી રહ્યું છે. આનું રેવેન્યુ બે ગુણાથી વધુ થવાની આશા છે. માર્ચ 2020 સુધી આનું રેવેન્યુ 3000 કરોડ (435 મિલિયન) પહોંચવાની આશા છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.