ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર આગામી 21 સપ્ટેમ્બરથી શરુ થશે. આ વિશેની જાહેરાત ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કરી છે. આ ચોમાસા સત્રમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના નિધનનો શોક પ્રસ્તાવ લાવવામાં આવશે. તે ઉપરાંત, લેન્ડ ગ્રેબિંગ, મહેસૂલ રજીસ્ટ્રેશન એક્ટ, ગુંડા માટેનો કાયદો લાવવામાં આવશે.
- 24 કાયદાઓ અને સુધારા વિધેયક સત્રમાં રજુ થશે
- સત્ર 5 દિવસનું રહેશે
- સંસદની જેમ આ સત્રમાં પ્રશ્નોત્તરી કાળ નહિ હોય
- સામાજિક અંતર સાથે વિધાનસભા સત્ર મળશે.
- અધિકારી અને પ્રેક્ષક ગેલેરીમાં પણ ધારાસભ્યોને બેસાડવામાં આવશે.
- તમામ ધારાસભ્યોના કોરોના ટેસ્ટ કરવામાં આવશે
- વિધાનસભામાં હાજર દરેકના ફરજીયાત ટેસ્ટ થશે
- મીડિયા કર્મીઓના પણ કોરોના ટેસ્ટ કરવામાં આવશે.
આ પણ વાંચો : સુરતમાં વતનથી પરત ફરેલા શ્રમિકોનો કોરોના વિસ્ફોટ
